ગુજરાત

gujarat

ETV Bharat / state

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો - Hanumanji was taken to Annakut

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે શનિવારે દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને કેશુડાના ફૂલ, ખજુર અને ધાણીનો શણગાર કરવામાં આવ્યો હતો, ત્યારે હરીભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો
સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો

By

Published : Feb 16, 2021, 4:31 PM IST

  • હનુમાનજીને કેશુડાનો કરાયો શણગાર
  • ખુજર અને ધાણીનો અન્નકૂટ ધરવામાં આવ્યો
  • દર્શન કરી હરિભક્તો એ અનુભવી ધન્યતા

બોટાદઃ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. કષ્ટભજન હનુમાનજી મંદિરે દેશ વિદેશથી હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ કહેવાય છે કે, શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં રોજ ખુબજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે.

હનુમાનજી મંદિરે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો યોજાયા

હનુમાનજી મંદિરે ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોઈ છે. ત્યારે શનિવારે મંદિર વિભાગ દ્વારા દાદાને કેશુડાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દાદાને ભવ્ય ખજુર અને ધાણીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જ્યાં મંદિરમાં હનુમાનજીની સમગ્ર મૂતિને કાળી અને લીલી દ્રાક્ષનો શણગાર કર્યો હતો. બીજી તરફ દાદાના આ અદભુત શણગારના દર્શન કરી હરીભક્તો એ ધન્યતા અનુભવી હતી.

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details