- 5 જગ્યાઓ ઉપર EVMની ફાળવણી કરવામાં આવી
- જિલ્લામાં કુલ 427 બૂથ પર મતદાન થશે
- જિલ્લા પંચાયતમાં 974 કર્મચારીઓ રહેશે કામગીરીમાં
બોટાદમાં EVM મશીનની ફાળવણી કરાઇ - Health personnel also present
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા EVMની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં અલગ-અલગ 5 જગ્યાઓ ઉપર EVMની કરવામાં ફાળવણી આવી છે. મતદાનને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ કામગીરી કરી પૂર્ણ થઇ ચૂકી છે.
બોટાદ : જિલ્લામાં આવતીકાલે 28 ફેબુઆરી 2021ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતદાન થશે. ત્યારે મતદાન પહેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોટાદ જિલ્લાના અલગ-અલગ 5 જગ્યાઓ ઉપર મતદાન ઉપર હાજર રહેવાના કર્મચારીઓને EVMની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં કુલ 427 બુથ પર મતદાન યોજવામાં આવશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 974 કર્મચારી કામગીરી પર હાજર રહેશે. નગરપાલિકામાં 713 કર્મચારીઓ કામગીરીમાં રહેશે. તેમજ મતદાન મથક ઉપર સેનેટાઈઝ કરવામાં આવ્યું છે અને મતદાન મથક ઉપર આરોગ્યના કર્મચારી પણ હાજર રહેશે.