- વર્ષ 2020માં થયેલા ભારે વરસાદના કારણે ખેતીના પાકને થયું હતું નુકશાન
- જિલ્લામાં કુલ 65,025 ખેડૂતોને મળશે રાહત પેકેજનો લાભ
- 102.70 કરોડ રૂપિયાની ખેડૂતોને સહાય આપવામાં આવશે
બોટાદ જિલ્લામાં કૃષી રાહત પેકેજ આપવામાં આવ્યું - બોટાદ સમાચાર
બોટાદ જિલ્લામાં ગત વર્ષ 2020માં ખરીફ સીઝન દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકશાન માટે કુષી રાહત પેકેજ અતર્ગત જિલ્લાના કુલ 65,025 ખેડૂતોને કુલ 102.70 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
બોટાદઃજિલ્લામાં ગત વર્ષ 2020માં ખરીફ સીઝન દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકશાન માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બોટાદ, બરવાળા, રાણપુર અને ગઢડા એમ ચારેય તાલુકાનો સમાવેશ થાય છે. જેને લઈને ઓકટોબર માસમાં ડીઝીટલ ગુજરાત અતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી હતી. જેમાં જિલ્લાના કુલ 65,261 ખેડૂતોએ અરજી કરી હતી અને જેમાં કુલ 65,025 ખેડૂતોને કુલ 102.70 કરોડ રૂપિયાની કુષિ રાહત પેકેજની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં SDRF યોજના અંતર્ગત એક હેક્ટરે રૂપિયા 13,600 અને સ્ટેટ સહાય તરીકે 6,400 રૂપીયાની એમ કુલ એક હેક્ટરે 10,000 રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે અને વધારેમાં વધારે 2 હેક્ટર સુધીની સહાય (20,000) મળવા પાત્ર છે.