બોટાદ: પંકજકુમારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બોટાદના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કરીને આ વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટેની માર્ગદર્શિકાનું કેવું પાલન થાય છે તેની વિગતો મેળવી હતી.
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે બોટાદમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની કરી સમીક્ષા - ગુજરાત સરકાર
કોરોનાની મહામારીમાં રાજ્ય સરકારના આરોગ્યતંત્રનું નેતૃત્વ સંભાળી રહેલા અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આજે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટી તંત્ર સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરીને તેમણે બોટાદના વહીવટી તંત્રની સજ્જતા વિશે માહિતી મેળવી હતી.

બોટાદમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં અધિક મુખ્ય સચીવ પંકજકુમારે કોવિડ 19ની સમીક્ષા કરી
બોટાદ જિલ્લાના વહીવટી તંત્રની અસરકારક કામગીરીથી કોરોના નિયંત્રણમાં છે. ગઈકાલે બોટાદમાં કોરોનાના ચાર દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યો હતો. અત્યારે બોટાદમાં ૩૩ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૨ વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘેર ગયાં છે.