ગુજરાત

gujarat

ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોની હાજરીમાં DySP રાજદીપ નકુમનું અયોગ્ય વર્તન, વીડિયો આવ્યો સામે

By

Published : Dec 11, 2020, 6:44 PM IST

Updated : Dec 11, 2020, 9:43 PM IST

ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન પદનો વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો તેવામાં મંદિરની ઓફિસમાં અશોભનીય વર્તન અને ગાળાગાળી કરતો બોટાદ DySP રાજદીપ નકુમ, મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોનો એક વાઇરલ વીડિયો સામે આવ્યો છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોની અપશબ્દો બોલતી 'સંતવાણી'
ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોની અપશબ્દો બોલતી 'સંતવાણી'

  • ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન પદનો વિવાદ
  • ઓફીસના CCTV કેમેરામાં ઝડપાઇ આક્રમક 'સંતવાણી'
  • આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે મંદિરના ચેરમેન પદ માટે જંગ

બોટાદ: ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદ માટે આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે પોલીસે દિવસ દરમિયાન ઘણા પ્રયાસો કર્યા હતા પણ તેમ છતાં એક વાઇરલ વીડિયોમાં DySP રાજદીપ નકુમ, સંતો તેમજ ટ્રસ્ટીઓ સાથે મંદિર પરિસરમાં આવેલી ઓફિસમાં અશોભનીય વર્તન કરતા નજરે પડી રહ્યા છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોની હાજરીમાં DySP રાજદીપ નકુમનું અયોગ્ય વર્તન

હરિજીવન સ્વામીએ આપી પ્રતિક્રિયા

ત્યારે આ બાબતે હરિજીવન સ્વામીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી સત્તા છીનવાઇ જતા યેનકેન પ્રકારે મંદિરની છબી ખરડવાના પ્રયાસો કરે છે. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીજી ઉપર દસથી પણ વધુ ક્રિમિનલ કેસો નોંધાયેલા છે. બન્ને ગુનાહિત માણસ છે. તેમને ઘણા બધા ગુના કર્યા છે. આમ છતાં પોલીસે કોઈ પોલીસ કાર્યવાહી કરી નથી. તેમના પર 307 જેવી કલમ પણ લાગેલી છે અને 14 કિલો સોનુ જેની કિંમત રૂપિયા 5.30 કરોડ થાય છે તેની પણ ફરિયાદ નોંધાઇ હતી. હવે અમારે નાછૂટકે હાઈકોર્ટનો સહારો લેવો પડશે. તેમના પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી આશા છે.

આ અંગે એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, અમે ટ્રસ્ટીઓને બોલાવ્યા હતા પરંતુ તે આવ્યા નહીં .ત્યાર બાદ બીજી વખત બેઠક બોલાવ્યા છતાં તે આવ્યા નહોતા.જેથી કાયદાની રુએ ત્યાં હાજર ટ્રસ્ટીઓએ નક્કી કરીને રમેશ ભગતને નિમણૂક આપી દીધી હતી.

Last Updated : Dec 11, 2020, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details