ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી શરૂ થતા દિવાળી પર્વને લઈને સાળંગપુર મંદિરે કાળી ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

આજથી શરૂ થતા દિવાળી પર્વને લઈને સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. યજ્ઞ સહિત દાદાને અન્નકૂટ ધરવામાં આવે છે. આ વર્ષે દાદાના ભક્તો દ્વારા બનાવવામાં આવેલા 6.5 કરોડના સુવર્ણ વસ્ત્રો દાદાને અર્પણ કરવામાં આવશે. ભક્તોમાં પણ સુવર્ણ વસ્ત્રો સાથે દાદાના દર્શન કરવાની આતુરતા જોવા મળે છે.

આજથી શરૂ થતા દિવાળી પર્વને લઈ સાળંગપુર મંદિર ખાતે કાળી ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
આજથી શરૂ થતા દિવાળી પર્વને લઈ સાળંગપુર મંદિર ખાતે કાળી ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

By

Published : Nov 12, 2020, 10:33 PM IST

  • સાળંગપુરમાં કાળી ચૌદશની ભવ્ય ઉજવણી
  • શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ
  • કાળી ચૌદસ આ દિવસનું અહીં ખૂબ મોટું મહત્વ હોય છે

બોટાદઃ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ અને સાળંગપુરમાં આવેલ વિશ્વ વિખ્યાત હનુમાનજી દાદાનું આ મંદિર કે જ્યાં હજારો, લાખોની સંખ્યામાં અહીં દાદાના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. એવા સાળંગપુર ધામના હનુમાનજી દાદાની રાત્રી એટલે કાળ રાત્રી કાળી ચૌદસ આ દિવસનું અહીં ખૂબ મોટું મહત્વ હોય છે. કાળી ચૌદસના દિવસે સવારે મંગળા આરતી, સમૂહયજ્ઞ, અભિષેક આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

આજથી શરૂ થતા દિવાળી પર્વને લઈ સાળંગપુર મંદિર ખાતે કાળી ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

હનુમાનજી દાદાને 6.5 કરોડના સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે

આ વર્ષે કાળી ચૌદસના દિવસે બપોર બાદ દિવાળીનો દિવસ શરૂ થતો હોવાથી ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, દીપોત્સવ, સંધ્યા આરતી અને રાત્રે આતશબાજીનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કારણ કે આ વર્ષે ભક્તો દ્વારા હનુમાનજી દાદાને 6.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. જે વસ્ત્રો સાથે દાદાના દર્શન કરવા ભક્તો પણ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે. આરતીના સમયમાં મંદિર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

14 તારીખે કાળી ચૌદસના વિવિધ કાર્યક્રમો

સવારે 7:00 કલાકે સમૂહ યજ્ઞ પ્રારંભ

ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન બપોરે 2:30 કલાકે

તારીખ 14-11-2020 કાળીચૌદસના દાદાના

સવારે 5:30 કલાકે મંગળા આરતી

સવારે 7:00 કલાકે સમૂહ યજ્ઞ પ્રારંભ

સવારે 9:00 કલાકે અભિષેક આરતી

બપોરે ૧૨ કલાકે હીરા જડિત સુવર્ણ વસ્ત્રો પહેરાવી આરતી કરવામાં આવશે

સમૂહ યજ્ઞ ની પૂર્ણાંહુતી બપોરે 12:30 કલાકે

ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન બપોરે 2:30 કલાકે

દીપિત્સવ (સંધ્યા આરતી) સાંજે 6-15 કલાકે

આતશબાજી રાત્રે 9:00 થી 10:00 કલાકે

તારીખ 15 અને 16ના રોજ રાબેતા મુજબ આરતી અને દર્શનનો લાભ રહેશે મંદિર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી

ABOUT THE AUTHOR

...view details