ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં પાટીદાર સમાજના નવ નિયુક્ત પ્રમુખ વેલજી શેટાનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો - honor of Velji Sheta

બોટાદ જિલ્લામાં પાટીદાર સમાજના નવ નિયુક્ત પ્રમુખ વેલજી શેટાનો સન્માન સમારંભ યોજાયો હતો. ઉર્જા પ્રધાન સૌરભ પટેલની અધ્યક્ષતામાં આ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેલજી શેટાનું સાલ ઓઢાડી, મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, લાલજી પટેલ, મથુર સવાણી, પૂર્વ પ્રધાન નાનુ વાનાણી સહિત પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પાટીદાર સમાજના  પ્રમુખ વેલજી શેટાનું સન્માન
પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટાનું સન્માન

By

Published : Nov 23, 2020, 12:23 PM IST

  • પાટીદાર સમાજના નવ નિયુક્ત પ્રમુખ વેલજી શેટાનું સન્માન
  • સાલ ઓઢાડી, મોમેન્ટ આપી કરાયું સન્માન
  • ઉર્જા પ્રધાન સૌરભ પટેલની અધ્યક્ષતામાં યોજાયો સન્માન સમારંભ કાર્યક્રમ

બોટાદઃ જિલ્લામાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તાજપર રોડ ખાતે પાટીદાર સમાજના નવ નિયુક્ત પ્રમુખ વેલજી શેટાનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. સમાજના પ્રમુખ બન્યા બાદ સો પ્રથમ બોટાદ ખાતે તેમનો સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજના આગેવાનો રહ્યા હાજર

આ સન્માન સમારોહમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, ઉઘોગપતિ લાલજી પટેલ, બોટાદ પાટીદાર સમાજના પ્રમુખ ડૉ. કળથીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી, માધવજી ભુગાણી, પદ્મશ્રી એવોડ મથુર સવાણી, ગટોર હરીપરા, ઉપ પ્રમુખ ઉમેય માતાજી સંસ્થાન ઉઝા, સી.બી. ખભાળીયા જિલ્લા પચાયત સદસ્ય, ડાયમંડ એસોસિએશન પ્રમુખ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

લોકો કુરિવાજોમાંથી મુક્ત રહે તેવી કરાઈ અપીલ

આ કાર્યક્રમમાં વેલજી શેટાને સાલ ઓઢાડી મોમેમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં લોકો કુરિવાજોમાંથી મુક્ત રહે અને પાટીદાર સમાજના લેહવા પટેલ અને કડવા પટેલ એક થાય અને સંગઠિત થાય તેવી મંચ પરથી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. સમાજના યુવાનો આગળ આવી કામ કરે તેમ સૌરભ પટેલે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details