ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદઃ નાના છૈડા ગામેથી ગાંજાનું વાવેતર કરનારો શખ્સ ઝડપાયો - nana Chaida village

બોટાદમાં SOGએ બાતમીના આધારે નાના છૈડા ગામેથી એક રહેણાંક મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરનારા શખ્સની ધરપકડ કરી છે.

cannabis grower
નાના છૈડા ગામેથી ગાંજાનું વાવેતર કરનારો શખ્સ ઝડપાયો

By

Published : Oct 18, 2020, 1:26 PM IST

  • SOG એ ગાંજાનું વાવેતર કરનારા શખ્સને ઝડપ્યો
  • નાના છૈડા ગામે ખુલ્લી જમીનમાં ગાંજાનું કર્યૂ હતું વાવેતર
  • પોલીસે ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

બોટાદઃ નાના છૈડા ગામેથી એક રહેણાંક મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરનારા શખ્સની SOGએ ધરપકડ કરી છે.

SOG શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નાના છૈડા ગામે રહેતા હકા ધરજીયાએ ગામની સીમમાં પોતાના ઘરે રહેણાંક મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગાંજાના લીલા છોડનુ વાવેતર કરી છોડ ઉગાડી ઉત્પાદન કર્યું છે.

પોલીસે બાતમીને આધારે રેઇડ કરી આરોપીને ઝડપ્યો

જે બાતમી હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએ આરોપી હકા ધરજીયા પાસેથી ગાંજાના લીલા છોડ નંગ-10, કુલ વજન 4.292 કિલોગ્રામ, જેની કિંમત રૂપિયા 21,460 તેમજ એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ મળી આવતા 2 આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details