બોટાદ : સમગ્ર ગુજરાત સહિત બોટાદ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના પગલે નદીનાળા છલકાઇ ગયા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. જેને લઇને હાલ ભાદર નદીમાં સતત પાણીનો પ્રવાહ શરુ છે અને ભાદર નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે રાણપુરમાં દર છ દિવસે પાણી આવે છે. ત્યારે અનેક મહિલાઓ કપડાં ધોવા ભાદર નદીએ જાય છે.
રાણપુરની ભાદર નદીમાં 17 વર્ષીય યુવતીનું તણાઈ જતા મોત - ભાદર નદીમાં ૧૭ વર્ષીય યુવતીનું તણાઈ જતા મોત
રાણપુરની ભાદર નદીએ કપડાં ધોવા ગયેલી 17 વર્ષીય યુવતીનું ઊંડા પાણીમાં પગ લપસી જતા તણાઇ જતાં મોત થયું હતું. જેમાં યુવતીને બહાર કાઢી રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
રાણપુર ભાદર નદીમાં ૧૭ વર્ષીય યુવતીનું તણાઈ જતા મોત
જ્યારે રાણપુર મોલેસલામ ગરાસિયા સમાજના મુસ્કાનબા હસુભા પરમાર ઉંમર વર્ષ 17 તેમના મમ્મી અને કાકી સાથે નદીએ કપડાં ધોવા ગઇ હતી. જ્યાં ઊંડા પાણીમાં પગ લપસી જતાં તણાઈ ગઇ હતી. જ્યાં નદીમાં દૂર બેઠેલા યુવાનોએ યુવતીને તણાતી જોઈ જતા નદીના પાણીમાં પડી યુવતીને બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા મોલેસલામ ગરાસીયા તથા રાણપુર ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.