ગુજરાત

gujarat

ETV Bharat / state

74 Republic Day in Botad : પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં 297 કરોડથી વધુના વિકાસકાર્યોની હેલી ચડી - વિકાસકાર્યોની હેલી

74મું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી (Republic Day 2023 State level celebration)બોટાદ જિલ્લામાં કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદમાં વિકાસકાર્યોની હેલી (CM Bhupendra Patel in Botad)ચડી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોટાદ જિલ્લામાં રૂ. 98 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયાં છે. આ નિમિત્તે (74 Republic Day in Botad)સીએમે જણાવ્યું કે કલ્યાણનાં કામો કરીએ એ પ્રજાસત્તાક પર્વની સાર્થક ઉજવણી છે.

74 Republic Day in Botad : પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં 297 કરોડથી વધુના વિકાસકાર્યોની હેલી ચડી
74 Republic Day in Botad : પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં 297 કરોડથી વધુના વિકાસકાર્યોની હેલી ચડી

By

Published : Jan 25, 2023, 10:07 PM IST

બોટાદ બોટાદમાં રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યપ્રધાને કરોડો રુપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ તેમ જ નવા કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. આ તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રજા કલ્યાણને સર્વોપરિ ગણીને પ્રજાલક્ષી કાર્યો કરીએ એ જ પ્રજાસત્તાક દિવસની સાર્થક ઉજવણી છે. ગુજરાત વિકાસના નીત નવા શીખરો હાંસલ કરે રહ્યું છે. રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે. પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષ્યમાં બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે રૂપિયા ૨૯૮ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ જ વિકાસક્રમનું ઉદાહરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નક્શામાં : 74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદની સંબોધતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સફળ નેતૃત્વ આપણને સાંપડ્યું છે એ આપણું ગૌરવ તો છે જ પરંતુ તેઓ વૈશ્વિક પ્ળખ પણ પામ્યા છે. વિકસિત દેશોમાં રોજગારીની સમસ્યા વકરી રહી છે તેની સામે ભારતમાં રોજગારી વધી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો Republic Day 2023 : 'ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે' : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવા આયામો પ્રસ્થાપિત :તેમણે ઉમેર્યું હતું કે વિકાસનાં કાર્યોમાં લોક ભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે અને ગુજરાત તે દિશામાં નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યું છે. રાજ્યમાં વિકાસના કાર્યોની ગતિ વધુ તેજવાન બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભનો પાયો નાખ્યો હતો, જેથી છેવાડાના ગામના રમતવીરોને તમામ સુવિધાઓ અને માર્ગદર્શન મળ્યા છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. બોટાદમાં બનનાર સ્પોર્ટ્સ સંકુલ આવી ઘણી નવી તકો સર્જન કરશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

જી20 સમિટની યજમાની : ભારત આ વર્ષે જી20 સમિટની યજમાની કરી રહ્યું છે. જી-20ના 15 કાર્યક્રમમાં ગુજરાતમાં પણ યોજાશે. મોદીએ તેમના ગુજરાતના સીએમના કાર્યકાળ દરમ્યાન આપેલો વિકાસ મંત્ર સાર્થક કરવા આપણે પ્રયત્નશીલ બનીએ તે સમયની માંગ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી દેશ અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ, એવું મુખ્યપ્રદાને આહવાન કર્યું હતું.

જિલ્લો વિકાસના નવાં શિખરો સર કરશે : આ પ્રસંગે કેન્દ્રીય આયુષ રાજ્યપ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્યારે ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન બોટાદ જિલ્લામાં થવા જઈ રહી છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહેલા અનેક વિકાસકાર્યોનાં ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કાર્યો થકી આવનારા દિવસોમાં બોટાદ જિલ્લો વિકાસના નવાં શિખરો સર કરશે.

આ પણ વાંચો Republic Day Sale 2023 : આ પ્લેટફોર્મ પર છે મેગા રિપબ્લિક ડે સેલ, iPhone, લેપટોપ અને અન્ય સામાન પર વધુ સારી ઑફર્સ, જાણો વિગતો

‘આદર્શ ગામ’ની પરિભાષા સાકાર :‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ વિશે જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સહભાગી બનાવીને ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’ના નિર્માણનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, જેને સાકાર કરવાના ઉદ્દેશ સાથે અમલમાં મુકાયેલી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ પૈકીની એક યોજના ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ છે. આ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું જૂના નાવડા ગામ ‘આદર્શ ગામ’ની પરિભાષા સાકાર કરી રહ્યું છે.

44 વિકાસ કાર્યો મંજૂર : વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓ અંતર્ગત જૂના નાવડા ગામમાં રૂ.105.86 લાખના ખર્ચે કુલ 44 વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. જૂના નાવડા ગામને જિલ્લાનું આદર્શ ગામ બનાવવા અને 'ગ્રામ સમૃદ્ધ, રાષ્ટ્ર સમૃદ્ધ'ના ધ્યેયને સિદ્ધ કરવાના લક્ષ્યાંક સાથે ગામનો ‘વિલેજ ડેવલપમેન્ટ પ્લાન’ પણ નિર્માણ હેઠળ છે.

આયુર્વેદને મહત્ત્વ :આયુષ વિભાગની કામગીરી અંગે વાત કરતા પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘હર દિન હર ઘર આયુર્વેદ’ ઝુંબેશ અંતર્ગત આજે દરેક લોકો આયુર્વેદને હંમેશ માટે જીવનનો એક અભિન્ન ભાગ બનાવે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આયુષ વિભાગ સતત કાર્યશીલ છે. જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે, જે વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા અને દવાઓ માટે નવી ક્ષિતિજોના દ્વાર ખોલશે એમ તેમણે ઉમેર્યું હતું.

કલેકટરે જિલ્લાની માહિતી આપી :આ તકે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીઝ બંને આયમોમાં સતત પ્રગતિ કરી રહ્યો છે વહીવટી તંત્ર બોટાદ જિલ્લાની ૭.૫ લાખની જનતા માટે યોજનાકીય લાભો પહોંચાડવા સતત તત્પર છે. વર્ષ 2022માં 700 દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જ્યારે જાન્યુઆરી માસના 24 દિવસમાં 349 દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વારસાઈ નોંધોમાં પણ ગયા વર્ષે ૧૬૧૪ નોંધો લેવાઈ હતી ત્યારે જાન્યુઆરી માસના 24 દિવસમાં સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ 587 નોંધો પાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details