જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ પતિ મનજીભાઈ સોલંકીની 6 શખ્સો દ્વારા આયોજન બદ્ઘ રીતે હત્યા કરવાની ઘટના પ્રકાશિત થઈ છે. 6 લોકો દ્વારા બનાવ સ્થળે હુમલો કર્યા બાદ નાસી છૂટ્યા હતા. GJ 6 BA 6003 નંબરની મારુતિ ઝેન કાર લઈ આવેલા હુમલાખોરોએ મરણ જનારના GJ 1 LU 2491 મોટર સાઇકલને ટક્કર મારી અને સશસ્ત્ર હુમલો કર્યો હતો. બાદમાં બંને ભોગ બનનારને ધંધુકા RMS હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા બાદ તેમનું મોત નીપજ્યુ હતુ.
જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચપતિની હત્યાથી ચકચાર - GUJARATI NEWS
બોટાદઃ બરવાળા રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવતમાં 6 શખ્સો દ્વારા જાળીલા ગામના સભ્ય અને સરપંચપતિ હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને પગલે પંથકમાં ભારે ચકચાર જાગી છે.
hd
બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિત એલસીબી તેમજ રાણપુર પોલીસ સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવાર જનો દ્વારા મરણ જનારનું અંતિમ નિવેદન સારવાર માટે લઇ જતા રસ્તામા મોબાઈલમા રેકડઁ કરાયું, જેના કારણે હત્યાનો ગુનો બનતો હોવાનું જણાય છે.