- લાઠીદડ ગામે એક મહિલા સહિત 4 લોકોના રહસ્યમય મોત
- ઝેરી દવાના છંટકાવથી મોત
- મૃતદેહોની ચાલી રહી છે તપાસ
બોટાદના લાઠીદડ ગામમાં એક મહિલા સહિત 4 લોકોના ઝેરી દવાના છંટકાવને કારણે મોત - news of botad district
છોટાઉદેપુરના કંઠમૂડવા ગામના 5 મજૂરો લાઠીદડ ગામમાં વાડીમાં મજૂરી કરી રહ્યા હતા ત્યારે ઝેરી દવાનો છંટકાવ કરતી વખતે તેમને પેટમાં દુખાવો ઉપડતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
બોટાદના લાઠીદડ ગામમાં એક મહિલા સહિત 4 લોકોના ઝેરી દવાના છંટકાવને કારણે મોત
બોટાદ: બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ લાઠીદડ ગામના અમૃતભાઈ પટેલની વાડીમાં એક મહિલા સહિત ચાર મજૂરોના રહસ્યમય મોત મામલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વાડીમાં દવાનો છંટકાવ કરતી વખતે તેમને પેટમાં દુખાવો ઉપડતા બે દિવસ માટે સારવાર માટે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. 1 મજૂર હજી ભાવનગર ખાતે સારવાર હેઠળ છે. સ્થાનિક પોલીસ આ અંગે FSL પ્રાથમિક રિપોર્ટ ના આધારે તપાસ કરી રહી છે.