ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સહિત એકનું મોત, લોકોમાં માસ્કને લઇને બેદરકારી - મહીસાગર જિલ્લામાં કોરોના થી મોત

બાલાસિનોર શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે. મંગળવારે બાલાસિનોર અને દેવમાં મળી કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો બુધવારે પણ નવા 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. બાલાસિનોરના લોકોમાં કોરોનાને લઇને બેદરકારી હોવી એ સતત પોઝિટિવ કેસમાં વધારા પાછળનું મહત્વનું કારણ છે.

બાલાસિનોરમાં વધુ 4 કોરોના કેસ સાથે એકનું મોત, લોકોમાં માસ્કને લઇને બેદરકારી
બાલાસિનોરમાં વધુ 4 કોરોના કેસ સાથે એકનું મોત, લોકોમાં માસ્કને લઇને બેદરકારી

By

Published : Jul 15, 2020, 7:16 PM IST

મહીસાગર: બાલાસિનોરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા પ્રજાએ બેદરકારી છોડી જાગૃત બનવું અને સરકારી તંત્રએ વધુ સજાગ બનવું જરૂરી બન્યું છે. બાલાસિનોર શહેર અને તેની આસપાસનો વિસ્તાર હવે કોરોનાના કહેરમાં સપડાઇ રહ્યો છે.

બુધવારે બાલાસિનોરમાં કોવિડ-19ના 4 કેસમાંથી એક દર્દીનું મોત નીપજ્યું છે. જેથી નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. જો કે, નગરજનોમાં કોરોનાની બિમારીને લઇને ગંભીરતા જોવા નથી મળી રહી પરિણામે બાલાસિનોરમાં કોરોના સંક્રમણ વધવા પામ્યું છે.

આરોગ્ય તંત્રના અથાગ પ્રયત્નો છતાં બાલાસિનોર શહેરમાં પ્રજાજનો માસ્કનો ઉપયોગ કરતા નથી. વેપારીઓ, શાકભાજી- ફ્રુટની લારીવાળા, ખરીદવા આવનાર લોકો માસ્કનો ઉપયોગ ન કરતા હોવાનું જોવા મળી રહ્યું છે તેમજ તેઓ સામાજિક અંતર પણ જાળવતા નથી. તેમજ પાન મસાલા ખાનારા લોકો પણ માસ્ક પહેરતા નથી અને જાહેરમાં થૂંકતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

દ્વીચક્રી વાહનો પર માસ્ક વિના ત્રણ-ત્રણ સવારી પસાર થતી જોવા મળે છે. રીક્ષા અને છકડામાં પણ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતા આ બેદરકારીનું ગંભીર પરિણામ આવવાનું શરૂ થયું હોય તેમ જણાય છે. મંગળવારના 9 કેસ બાદ બુધવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ માત્ર વૃંદાવન સોસાયટીના જ છે. દેવશેરી વિસ્તારનો જે કેસ મળ્યો હતો તે દર્દીનું બુધવારે મોત નીપજ્યું છે.

સરકારી માર્ગદર્શિકા મુજબ કોરોના સંક્રમણથી બચવા માટે જાહેર કરવામાં આવેલી તમામ સૂચનાઓ જેવી કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, જાહેરમાં થૂંકવું નહીં, બિન જરૂરી બહાર નીકળવું નહી એવા નિયમોનો કડકાઈપૂર્વક અમલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ઉપરાંત આરોગ્ય વિભાગ, સરકારી તંત્રે પણ નગરના આરોગ્યના હિતમાં શેહ શરમ રાખ્યા વિના નિયમોનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details