- સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનો 172મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો
- શણગાર, આરતી, અભિષેક, પૂજન, અન્નકૂટ આરતી અને મારુતિ યજ્ઞનું આયોજન
- સંતોમહંતો હાજર રહ્યાં, હરિભક્તો માટે ઓનલાઈન દર્શન કરાઈ વ્યવસ્થા
- 172 વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામી દ્વારા સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના કરાઈ હતી શણગાર, આરતી ,અભિષેક ,પૂજન ,અન્નકૂટ આરતી અને મારુતિ યજ્ઞનું આયોજન
સાળંગપુર હનુમાનજી મંદિરનો 172મો પાટોત્સવ ઉજવાયો - Salangpur Hanuman
બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ગુરુવારે હનુમાનજીના 172માં વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજથી 172 વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામી દ્વારા સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. જેને લઈ દર વર્ષ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
![સાળંગપુર હનુમાનજી મંદિરનો 172મો પાટોત્સવ ઉજવાયો સાળંગપુર હનુમાનજી મંદિરનો 172મો પાટોત્સવ ઉજવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9439095-thumbnail-3x2-patotsav-gj10043.jpg)
બોટાદઃ આજે ગુરુવારે વહેલી સવારથી શણગાર દર્શન, મારુતિ યજ્ઞ, પૂજન, અભિષેક, દાદાનો અન્નકુટ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પાટોત્સવમાં વડતાલ ગાદીપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદ હાજર રહ્યા હતા. જેમના દ્વારા દાદાની મૂતિનો અભિષેક અને છડીનો અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે મંદિર દ્વારા ત્રણ દિવસ માટે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે કથાનું રસપાન મંદિરના સંતોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોનાના પગલે હરિભક્તો માટે દર્શનની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવી હતી.