બોટાદ: જિલ્લા પોલીસ દ્વારા કન્ટેન્મેન્ટ એરિયાના લોકો દ્વારા નિયમોનો ભંગ કરતા 13 ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરી બોટાદ શહેરના વોરાવાડ, ખોજાવાડી વિસ્તારમાં કોરોના વાઇરસના કેસો મળી આવતા સમ્રગ વિસ્તાર કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો હતો.
બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.બી. કરમટીયા તેમજ પોલીસ સ્ટાફના માણસો આ એરીયામાં બીન જરૂરી અને બીજાને પણ આ કોરોના વાઇરસનો ચેપ લાગશે તેવું જાણવા છતા પણ આંટા-ફેરા મારતા 13 લોકો સામે આઇ.પી.સી., ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપીડેમીક એક્ટ મુજબ જાહેરનામા ભંગના ગુન્હાઓ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જો કન્ટેનમેન્ટ એરીયામાં સરકારના નિયમોનું પાલન કરવામાં નહી આવે તો તે તમામ સામે પાસા એક્ટ તળે કાર્યવાહી કરવામાં આવશે.