ભાવનગર:ભાવનગર ડમીકાંડમાં અને ખંડણી કેસમાં બધા જ આરોપીઓ જેલ હવાલે છે. યુવરાજસિંહ જાડેજાના સસરા આંગડીયા મારફત પૈસા મોકલતા હોય તેવા સીસીટીવીનો વિડીયો વાયરલ થયા છે. જેને પગલે એસઆઇટીએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ પૈસા ખંડણીમાં લેવાયેલા પૈસા છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર મામલામાં જોઈએ.
યુવરાજસિંહના સસરાનો CCTV આવ્યા સામે:ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, રાજુ, ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદીની જેલ હવાલે છે, ત્યારે SIT ટીમને યુવરાજસિંહ જાડેજાના સસરાએ 7 એપ્રિલના રોજ ગાંધીનગર દહેગામમાં આંગડીયું કર્યું હોવાનો સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે. આંગડિયા દ્વારા 6 લાખ દહેગામ જેટલા મોકલવામાં આવ્યા હોય તેવું CCTVમાં સામે આવ્યું છે. 6 લાખ રૂપિયા યુવરાજસિંહ જાડેજાએ જમીન ખરીદી માટે સાત એપ્રિલે મોકલાવ્યા હતા. ત્યારે મળેલા સીસીટીવી વીડિયોમાં યુવરાજસિંહ જાડેજાના સસરા પૈસા આંગડીયા મારફત મોકલતા પોલીસે વધુ કમર કસી છે. એમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
પોલીસે કેટલા નાણા રિકવર કર્યા?:ડમીકાંડના પૈસાથી યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં ઘર લીધુ હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ દ્વારા એક પછી એક પુરાવા આપવાની કોશિશ કરી છે. જેમાં કાનભા ગોહિલના કહેવા પ્રમાણે તેના મિત્રના ઘરેથી 38 લાખ અને બાદમાં શિવુભાના કહેવા પ્રમાણે તેના મિત્રના ઘરેથી 25.50 લાખ, ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદી પાસેથી પાંચ પાંચ લાખ, જ્યારે અન્ય ખર્ચા ગણીને કુલ 84 લાખ જેવી રકમ રીકવર કરવામાં આવી છે. જો કે અન્ય યુવરાજસિંહ જાડેજા દ્વારા ખર્ચ કરાયા હોવાનું મનાય છે. આંગડિયાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે વધુ 6 લાખનો હિસાબ સામે આવ્યો હોવાનું પોલીસ વર્તુળ જણાવી રહ્યું છે.