લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરબદલી ન કરવા ભાવનગરની જનરલ કેટેગરીની યુવતીઓ મેદાનમાં આવી છે. જનરલ કેટેગરીની યુવતીઓએ લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરફાર ન કરવા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોક રક્ષક ભરતીમાં 19 ટકા જનરલ યુવતીઓનો સમાવેશ થયો છે.
લોક રક્ષક ભરતીમાં કોઇ ફેરબદલી નહિ કરવા જનરલ કેટેગરીની યુવતીઓએ કરી માગ
ભાવનગરઃ લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરબદલી ન કરવાની માગ સાથે જનરલ કેટેગરીની યુવતીઓએ શહેરમાં પ્રદર્શન કર્યું હતું. આ અંતર્ગત યુવતીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરબદલી ન કરવા ભાવનગરની યુવતીઓની માગ
માલધારી સમાજના આંદોલનને કારણે લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયાની પુનઃ કાર્યવાહી થશે તો, 19 ટકાથી 15 ટકા જનરલ કેટેગરીની સંખ્યા ઘટી જશે. જનરલ કેટેગરીના લોકોની હાલત આમ પણ દયનીય છે. 70 વર્ષથી અનામત પ્રથા ચાલી આવે છે. જે કારણે જનરલ કેટેગરીનાં લોકોને અન્યાય થઈ રહ્યો છે. તેથી આ અનામત પ્રથા નાબૂદ કરવામાં આવે તેવી પણ માગ આ યુવતીઓએ કરી હતી.