માહિતી પ્રમાણે, ભાવનગર રોડ નજીક પંચવટી ચોકમાં રહેતા રામ દરબાર પરિવારના યજમાનપદે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આ કથાના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને વ્યવસાયે કાર ડ્રાઇવિંગ કરતા જીગ્નેશ સુરેશ ભટ્ટ (ઉ.વ. 30) નામના શખ્સે તે વિસ્તારમાં રહેતા એક સગીર વયના શખ્સ સાથે કથામાં વ્યવસ્થાપનને લઈને નજીવી બાબતે બે દિવસ પૂર્વે તકરાર થઈ હતી. આ તકરારની દાઝ રાખીને શુક્રવારે બપોરે જીગ્નેશ ભટ્ટ કથામાં બેઠા હતા ત્યારે, તે શખ્સે તેમની છાતી પર છરી વડે ગંભીર હુમલો કરર્યો હતો. આ હુમલામાં જીગ્નેશ ભટ્ટની હાલત ગંભીર થતા ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ભાવનગરમાં ચાલુ કથા દરમિયાન યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ
ભાવનગરઃ કલા અને સંસ્કૃતિનું પિયર ગણાતા ભાવનગર છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ કેપીટલ બનવા જઈ રહ્યુ છે. લોકસભા ચૂંટણીના મતદાનને પૂર્ણ થયાના થોડા જ કલાકોમાં શહેરમાં ત્રણ યુવાનની હત્યાના બનાવ બની ચુક્યા છે.
મૃતક યુવાન
આ ઘટનાની ભાવનગર સીટી DY.sp. મનીષ ઠાકર અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના PIને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસની ટીમેઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તો, બીજી તરફ આ હુમલા બાદ આરોપી નસી છુટ્યો છે . તેથી આ શખ્સને તાત્કાલિક પકડવા ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.