ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના રાણપુરમાં કેનાલમા ડુબી જવાથી યુવકનું મોત - BOTAD

બોટાદ : જીલ્લાના રાણપુરમાં ખોખરનેશવાળા રોડ ઉપર આવેલી નર્મદાની કેનાલમાં એક વ્યકતીનું ડુબી જવાથી મોત થયુ હતુ. આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદના રાણપુરમાં કેનાલમા ડુબી જવાથી યુવકનું મોત

By

Published : Jul 14, 2019, 1:26 AM IST

એક યુવાન ગાયુ ચરાવતા ત્યારે અચાનક પોતાની વાછડી કેનાલમાં પડી જતા તેને બચાવવા માટે કેનાલમા જતા ડુબી જવાથી યુવકનું મોત થયુ છે. આ ઘટનાની જાણ બોટાદ ફાયર બ્રિગેડને કરતા ટીમ ઘટના સ્થળે પહોચી ડુબી ગયેલ વ્યક્તીની શોધખોળ શરુ કરી હતી. યુવક કેનાલના સાયફંડના નાળામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

બોટાદના રાણપુરમાં કેનાલમા ડુબી જવાથી યુવકનું મોત

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details