ભાવનગરના રાજવી પરિવાર પર માતાજીના આશીર્વાદ ભાવનગર:રજવાડું ખૂબ દયાળુ અને પ્રજાવત્સલ રહ્યું છે. ભાવનગરની સ્થાપના પહેલાથી જોવામાં આવે તો ગોહિલવંશજો હંમેશા પ્રજાના હૃદયમાં વસતા આવ્યા છે. વિશ્વ ચકલી દિવસે ઇતિહાસકારો માતાજીના ચકલી સ્વરૂપે આશીર્વાદ ભાવનગર રાજવી પરિવાર પર હોવાની લોકવાયકા જણાવે છે.
જાણો રસપ્રદ ઇતિહાસ:ભાવનગરના રાજવી પરિવાર પર માતાજીના આશીર્વાદ બાદ 1800 પાદરનું રાજ મળ્યું હોવાની લોકવાયકા છે. આ લોકવાયકામાં ઇતિહાસકારો માતાજી ખોડીયારના ચકલી સ્વરૂપે આવીને આશીર્વાદ મળ્યા હોવાનું જણાવી રહ્યા છે. 20 માર્ચ ચકલી દિવસ છે ત્યારે ભાવનગર રાજવી પરિવાર અને માતાજીનું ચકલી સ્વરૂપની લોકવાયકા જાણો.
300 વર્ષ જૂનો ભાવનગરના રાજવી પરિવારનો ઇતિહાસ: એક સમયમાં મહારાજા આખેરાજસિંહજીના દીકરા 16 વર્ષીય વખતસિંહજીના રાજમાં આતોભાઈ ગોહિલ તરીખે ઓળખાતા હતા. રજવાડાના સમયમાં તેઓ ખૂબ સાહસી અને બહાદુર હોવાની લોકવાયકામાં રસપ્રદ વાતો જણાવવામાં આવી છે. અહીંયા આતોભાઈની વાત એટલે કે માતાજી ચકલી સ્વરુપે આજ આતોભાઈ એટલે વખતસિંહજીને પ્રસન્ન થયા હોવાનું ઇતિહાસકાર જણાવે છે.
World Oral Health Day 2023 : મૌખિક સ્વાસ્થ્યને અવગણશો નહીં
આતોભાઈનો પ્રવાસ અને માતાજીનું "ચકલી" સ્વરૂપની લોકવાયકા:વાત ખૂબ પૌરાણિક છે. ભાવનગરના પાલિતાણાના ચારણ સમાજના ઇતિહાસને જાણકાર કમલેશભાઈ બારોટ ચકલી અને માતાજી અને આતોભાઈ એટલે વખત સિંહજીની લોકવાયકા વિશે કહે છે. ઇતિહાસકાર કમલેશભાઈ બારોટ જણાવ્યું હતું કે આતોભાઈ ગોહિલના સમયમાં આતોભાઈ એક દિવસ ઘોડો લઈને નીકળતા ગામમાં 7 ચારણની દીકરીઓ ઉભી હતી. આતોભાઈ ઠાકોર સાહેબે દીકરીઓને કહ્યું જય માતાજી ત્યારે છ દીકરી બોલી એક દીકરી બોલી નહિ. આથી આતોભાઈ ઠાકોર સાહેબે છ દીકરીઓને પૂછ્યું શુ આ મૂંગી છે બેરી છે કેમ બોલતી નથી. ત્યારે સાતમી દીકરી બોલી હે મહારાજા આતોભાઈ ઠાકોર હું ખોડિયાર છુ અને તને 1800 પાદર આપું છું અને તારા ભાલાની અણીયે બેઠું છું તું હાલવા માંડ પાછળ ફરીને જોતો નહીં ત્યારે આતોભાઈ ઠાકોર સાહેબ રાજપરા ગામે પાછું ફરીને જોતા માઁ ખોડિયાર ત્યાં બિરાજમાન થઈ ગયા હતા. આજે પણ યુવરાજ જયવીરરાજસિંહજીના માથે પણ માતાજી ચકલી સ્વરૂપે દર્શન પાઘડી પર બેસીને આપી ગયા છે. ભાવનગરથી જૂનાગઢ સુધીના રાજમાં માતાજી ભાલા પર ચકલી પર સ્વરૂપે બિરાજમાન છે.
Lawrence Bisnoi Gang: જો 24 કલાકમાં 5 લાખ નહી આપે તો જીવ ગુમાવશે, સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
લુપ્ત થતી ચકલીઓ અને સંરક્ષણ કેવી રીતે:ભાવનગર શહેરમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી અલગ રીતે થતી આવી છે. શહેરમાં અનેક સંસ્થાઓ દ્વારા માત્ર ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવે છે. આ સાથે ચકલીના પાણીના કુંડા પણ બનાવવામાં આવે છે.લાકડાના અને માટીના ચકલીના ઘરોનું મફત વિતરણ કરવામાં આવે છે. ચકલીનું સંરક્ષણ આમ થતું આવ્યું છે અને થઈ પણ રહ્યું છે.પરંતુ ચકલીઓ સુરક્ષિત હંમેશા કાંટાવાળા અને ગીચ વૃક્ષોમાં રહેવાનું પસંદ કરે છે. ચકલીઓ દાડમડી,બોરડી,બાવળ અને બીલી જેવા વૃક્ષોમાં રહેતી હોય છે. જો કે માળા તે ચકલી ઘર અથવા કોઈ દીવાલમાં જ બનાવે છે પરંતુ ઉડીને ક્યાંય બેસવું હોઈ તો આસપાસ જ્યાં દાડમ,બીલી કે બાવળ જેવા વૃક્ષ હોઈ તેમાં બેસે છે તેનું કારણ એક જ હોઈ છે શિકારી અન્ય પક્ષીઓથી તેને રક્ષા થાય છે. આમ તેને અનુકૂળ વૃક્ષો મળે નહીં તેવા વિસ્તારમાંથી ચકલીઓ લુપ્ત થતી જાય છે.