ભાવનગરઃ સમગ્ર ભારત વર્ષમાં પૌરાણિક વર્ષોથી શહેરની મધ્યમ આવેલા તળાવોના શહેરોમાં પુના અને બાદમાં ભાવનગરનો સમાવેશ થાય છે, ત્યારે ભાવનગરના ગંગાજળિયા તળાવનું નવનિર્માણ એક વર્ષથી મનપા કરી રહી છે. પરંતુ હજુ સુધી આ તળાવનું કામ પૂર્ણ થયું હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરના ગંગાજળિયા તળાવનું વિકાસ કાર્ય રામ ભરોસેઃ વિપક્ષનો આક્ષેપ ભાવનગરની શાન એટલે ગંગાજળિયા તળાવ કે જેનું નિર્માણ વર્ષો પહેલા રજવાડાના સમય પહેલાથી કરાયેલું છે. તળાવની વચ્ચે આવેલી ગંગાદેરી તળાવની બહાર છે. એટલું દબાણ થયું અને તેને કાયદેસર પણ વર્ષો પહેલા કરી દેવામાં આવ્યું છે. વર્ષોથી ગામ વચ્ચે રહેલું તળાવના શહેરોમાં પુના બાદ ભાવનગરનો સમાવેશ થાય છે. આ તળાવના નવ નિર્માણનું કામ 10 કરોડના ખર્ચે ચાલુ છે. પણ પૂર્ણ થતું નથી ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, મળતીયા કોન્ટ્રાકટરને લાભ અપાવવા કામ પૂરું કરવામાં આવતું નથી.
ભાવનગરના ગંગાજળિયા તળાવનું વિકાસ કાર્ય રામ ભરોસેઃ વિપક્ષનો આક્ષેપ ભાવનગરની ગંગાદેરીને પૌરાણિક બાંધકામમાં સ્થાન મળેલું છે તળાવની પાળે ગંગાદેરીને તળાવમાં તો રાખી ન શકાય પણ ભાજપના શાસકોએ તળાવની વચ્ચે બીજી ગંગા માતાજીની મૂર્તિનું નિર્માણ કરી દીધું છે. કામના વિલંબ પાછળ પહેલા મૂર્તિ કારણભૂત હતી અને બાદમાં લોકડાઉનનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે તળાવ તૈયાર તો થયું છે, પણ તળાવની પાળે આવેલા રસ્તાને કારણે તળાવની દીવાલ પર ગરીબોના ડેરા અને લારીઓ વાળા તળાવની શોભામાં વિઘ્નરૂપ બન્યા છે. વર્ષોથી તળાવની શાન ખરડાવતા લોકોને હટાલલા શાસકો માટે શક્ય નથી. જેથી શાસકો અવનવા બહાના બતાવી રહ્યાં છે.ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ રાણીની યાદમાં ગંગાદેરીનું નિર્માણ 1875માં કર્યુ હતું પરંતુ તળાવ અડધું થઈ ગયું અને હવે ગંગાદેરી આરસની માત્ર શાન બનીને રહી ગઈ છે, ત્યારે ગંગાદેરી અને તળાવના વિકાસમાં પણ વર્ષો બાદ વિકાસના નામે વાતો થઈ અને વિકાસ તો પૂરો થતો નથી. એટલે કે પ્રજાને લાભ આપવામાં આખરે ભાવેણાવાસીઓને કેમ વિલંબ અને લોલીપોપનો ભોગ બનવું પડે છે તે પ્રશ્ન આજે પણ દરેક વ્યક્તિને મનમાં જરૂર ઉભો થાય છે.