ભાવનગરઃ આજે અમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમને એવી એક મહિલા સાથે મળાવશું, જેને પોતાનું જીવન ભગવા કપડામાં જ વિતાવે છે, સંસાર માંડ્યા વગર સમાજની મહિલા અને બાળકોના વિકાસ માટે સમર્પિત કરી દીધું છે. પોતાનું જીવન સમર્પિત કરનાર આ મહિલા પાઇલોટ, કલેક્ટર બનવાથી સ્ત્રીનો વિકાસ હોવાનું નથી માનતા, પરંતુ પોતાના પરિવારમાં શિક્ષિત બની પરિવાર બાળકોનો વિકાસ કરનાર સ્ત્રીને વિકસિત સ્ત્રી માની રહ્યાં છે તો ચાલો જાણીએ આ શ્રેષ્ઠ ભાવનગરના મહિલાને...
#HappyWomansDay: પુરુષ સમોવડી બનવાથી સ્ત્રીનો વિકાસ નથી: ઇદાબેન ભટ્ટ - ભગવો ધારણ કરી
ભાવનગરના માનભાઈ ભટ્ટના પુત્રીએ ભગવો ધારણ કરીને સમાજની મહિલાઓ અને બાળકોના વિકાસમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, તેવા ઇદાબેન ભટ્ટ સાથે ETV Bharat ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમને કહ્યું કે, સમાજમાં મહિલા પાયલોટ, ડૉક્ટર બનીને પુરુષ સમોવડી બનશે, પણ તેનાથી કુટુંબ વ્યવસ્થાનો વિનાશ થતો જશે અને બાળ ઉછેર નહીં થવાથી બાળકોને માતા-પિતા પ્રત્યે ઝેર ઓકતા થશે. આ માટે સ્ત્રીએ કુટુંબમાં રહી વિકસિત થવું અને બાળ ઉછેરમાં ફહ્વાન આપવાથી તેનો સાચો વિકાસ છે.

#HappyWomanDay પુરુષ સમોવડી બનવાથી સ્ત્રીનો વિકાસ નથી: ઇદાબેન ભટ્ટ
#HappyWomanDay પુરુષ સમોવડી બનવાથી સ્ત્રીનો વિકાસ નથી: ઇદાબેન ભટ્ટ#HappyWomanDay પુરુષ સમોવડી બનવાથી સ્ત્રીનો વિકાસ નથી: ઇદાબેન ભટ્ટ
મહિલા દિવસ ઉજવીને મહિલાને સન્માનિત કરી શકાય છે, પણ સાચુ તેનું ઉત્થાન પરિવારમાં રહીને કરવું તે જરૂરી છે, નહીંતર એ દિવસ દૂર નથી કે ભારતમાંથી જેમ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ખોરવાઈ ગઈ તેમ હાલની કુટુંબ વ્યવસ્થા ખોરવાઈ જશે એ સમય દૂર નથી.