ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલાના ગળે પોટકું બાંધેલી હાલતમાં કુવામાંથી મૃતદેહ મળતા ચકચાર

શહેરના ફુલસર વિસ્તારમાં મહિલાનો મૃતદેહ કુવામાં હોવાનું ફાયર બ્રિગેડને જાણ થતાં કુવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પણ મૃતદેહના ગળાના ભાગે ઈંટ પથ્થર જેવી ચીજો ભરેલું પોટકું બાંધેલું હતું જેથી આત્મહત્યા કે, હત્યા પ્રશ્ન ઉભો થયો છે.

Bhavnagar
ફુલસર વિસ્તાર

By

Published : Nov 6, 2020, 9:56 AM IST

  • ફુલસર વિસ્તારમાં મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્યો
  • મૃતદેહના ગળાના ભાગે બાંધેલા હતા ઈંટ અને પથ્થર
  • પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર: શહેરના ફુલસર વિસ્તારમાં મહિલાનો મૃતદેહ કુવામાં હોવાનું ફાયર બ્રિગેડને જાણ થતાં કુવામાંથી મૃતદેહ બહાર કાઢવા દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પણ મૃતદેહના ગળાના ભાગે ઈંટ કે, પથ્થર જેવી ચીજો ભરેલું પોટકું બાંધેલું હતું. જેથી આત્મહત્યા કે, હત્યા તે પ્રશ્ન ઉભો થયો છે. જોકે, પોલીસ તપાસમાં અને પોસ્ટમોર્ટમમાં આખરે શું થશે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.

ફાયર બ્રિગેડને જાણ કરતા મૃતદેહ બહાર કઢાયો

ભાવનગરના ફુલસર વિસ્તારમાં વાડીમાં મહિલા કુવામાં પડી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે મૃત્યુ અંગે કારણ હજુ અકબંધ રહ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, મૃતક મહિલાને બહાર કાઢવામાં આવી ત્યારે તેના ગળા પર ઈંટો અને પથ્થર જેવી ચીજોનું પોટલું બાંધેલું હતું.

મહિલાના મૃત્યુ અંગે ચર્ચા

ફુલસરના વાડી વિસ્તારમાં રહેતી મૃતક આશાબેન રાકેશભાઈ સોલંકી ફુલસર ગામમાં રહેતી હતી. તેની વાડી દૂર વાડી વિસ્તારમાં હતી. પતિ સાથે આશાબેનને ઘરકામ માટે વારંવાર ઝઘડો થતો હતો. જેથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પણ પ્રશ્ન એક જ ઉભો થાય છે કે, શું કોઈ ગળે વજન બાંધીને કૂવામાં પડી આત્મહત્યા કરી શકે ખરા ? જોકે, તપાસનો વિષય એ છે કે, મહિલાની હત્યા થઇ કે આત્મહત્યા ? જોકે, પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details