ગુજરાત

gujarat

ETV Bharat / state

Women’s Day 2022 : ભાવનગરમાં મહિલાએ સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું.! "આધુનિક મહિલાને પણ કેળવણીની સલાહ"

ભાવનગરમાં એવા દીકરીએ ભગવો ધારણ કરી બાળકોના (Woman Wearing Saffron in Bhavnagar) વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આ દીકરીને બાળકોના માતા પણ કહી શકાય છેે. સમાજમાં મહિલાઓને પુરુષ સમોવડી બનવા માટે બે મુદ્દાઓ તેવોએ આપ્યા છે. (Women’s Day 2022) તો ચાલો મળીએ આ મહિલાને.

By

Published : Mar 8, 2022, 1:10 PM IST

Updated : Mar 8, 2022, 2:04 PM IST

Women’s Day 2022 : ભાવનગરમાં મહિલાએ સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું .! "આધુનિક મહિલાને પણ કેળવણીની સલાહ"
Women’s Day 2022 : ભાવનગરમાં મહિલાએ સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું .! "આધુનિક મહિલાને પણ કેળવણીની સલાહ"

ભાવનગર : મહિલા દિવસ નિમિતે (Women’s Day 2022) ભાવનગરના એવા મહિલાની ઓળખ કરાવીએ જેને લગ્ન નથી કર્યા અને ભગવા રંગમાં પોતાની જિંદગી સમાજના બાળકોના વિકાસ માટે સમર્પિત કરી દીધી છે. સમાજની મહિલાઓને પણ પુરુષ સમોવડી બનવા સાથે બે મુદ્દાઓ નહિ ભૂલવા સંદેશો આપ્યો છે. જો મહિલાઓ બે મુદ્દા ભૂલશે તો વિશ્વમાં ભારતને હાલ સંસ્કૃતિથી ઓળખ છે તે ભૂંસવાની તેમને શંકા વ્યક્ત કરી છે.

ભાવનગરમાં મહિલાએ સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું.!

આ પણ વાંચો :INTERNATIONAL WOMENS DAY 2022: જાણો, ગુજરાતની એ મહિલાઓ વિશે જે સિંગલ વર્કિંગ વુમનમાં ટોચ પર છે

શિશુવિહાર સ્થાપક માનભાઈ ભટ્ટના દીકરી ઈન્દિરાબેન ભટ્ટનું ભગવા ભર્યું જીવન

ભાવનગરના આંગણે વર્ષો પહેલા માનભાઈ ભટ્ટે બાળકોના વિકાસ માટે શિશુવિહાર જેવી સંસ્થાની (Shishuvihar Sanstha Bhavnagar) સ્થાપના કરી હતી. માનભાઈને 5 પુત્ર અને ત્રણ પુત્રી હતી. જેમાં ઈન્દિરાબેન ભટ્ટનો જન્મ 22મી જુન 1938માં થયો અને પિતાની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને તેમને પૂરું જીવન ફેશનને ત્યજી દીધી અને ભગવો પહેરીને બાળકોના વિકાસ કાર્યમાં લાગી ગયા હતા. સમાજના બાળકોને વિકસિત કરવા આજના આધુનિક સમયમાં 85 વર્ષે શિશુવિહારનું સંચાલન નથી કરતા પણ ઘરે રહીને પણ હસ્તકલા (Handicrafts in Gujarat) જીવંત રાખી અને યુવતીઓને પણ શિક્ષણ જીવનનું આપી રહ્યા છે.

આ પણ વાંચો :Women's Day 2022: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 પર બોલિવૂડના આ સિતારાઓની જુઓ એક ઝલક...

આધુનિક યુગની મહિલાઓને ભારતની સંસ્કૃતિને સાચવવા બે ટુક સલાહ સુચન

ભારતમાં મહિલાઓ પુરુષ સમોવડી બનવા આજે નોકરી સહિત બિઝનેસ કરતી બની છે. ભગવામાં સમાજના બાળકોના વિકાસમાં જીવન નિર્વાહ કરનાર ઇન્દિરાબેને આધુનિક યુગની મહિલાઓને થોડી સલાહ આપી છે. ઈન્દિરાબેને જણાવ્યું હતું કે આધુનિક યુગમાં પુરુષો સમાન મહિલાઓ બને તે જરૂરી છે. (Woman Wearing Saffron in Bhavnagar) કુટુંબ ભાવના અને પતિ પત્નીના સંબંધો તેમજ સાસુ, સસરાની સેવા કરનાર ઘરની વહુ તરીકે થાય છે. આધુનિક યુગમાં મહિલાઓ કેળવણી ભૂલી ગઈ છે. મહિલાઓએ પુરુષ સમોવડી બનવા સાથે પિતાની ફરજ બાળઉછેર, સાસુ સસરાની સેવા વગેરે ભૂલવું ના જોઈએ. કારણ કે બધી સામાજિક (International Women's Day 2022) પ્રવૃત્તિથી આપણો દેશ ઓળખાય છે.

Last Updated : Mar 8, 2022, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details