ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરઃ વડવા વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં મહિલાનું મોત - ભાવનગર મનપા

ભાનગરમાં આશરે 100 જેટલા મકાનો જર્જરિત હશે પણ મનપા જાણે જાનહાનિની રાહમાં હોય તેમ નોટિસ આપી સંતોષ માને છે. ત્યારે શહેરમાં મકાન ધરાશાયી થયું અને પરિવારની મહિલા મોતને ભેટી હોવાની ઘટના સામે આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ચોક્ક્સ પગલા લેવામાં આવી રહ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Etv Bharat, Gujarati News, Bhavnagar News, House Collapsed in Bhavnagar
વડવા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત

By

Published : Mar 4, 2020, 5:05 AM IST

ભાવનગરઃ ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોને નોટિસો મનપા આપતી હોય છે કે, મકાન માલિકો મકાન ઉતારી લે છે. જેથી કોઇ બનાવ બને નહીં પણ કોઇ સમજાતું નથી અને મકાન ધરાશાયી થતાં રહે છે. આવું કંઇ બન્યું હતું. ભાવનગરના વડવા ખાડિયા કુવા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું અને સમગ્ર પરિવાર કાટમાળ નીચે દબાઇ ગયો હતો.

વડવા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત

ભાવનગરમાં કાચા મકાનો જર્જરિત થયા બાદ કોઈ જાનહાનિ થાય નહીં તેની જવાબદારી મનપાની છે, પણ ભાવનગરમાં મનપાના સત્તાધીશો કે અધિકારીઓને તેની કોઈ ચિંતા નથી. આશરે 100 જેટલી ઇમારતો એવી હશે જેને ઉતારી લેવી જરૂરી છે.

આમ, તો ચોમાસામાં મકાનો જર્જરિત થાય અને ધરાશાયી બનતા હોય છે, પણ ભર ઉનાળે મકાન ધરાશાયી થયું છે. રાજુભાઇ હાડા નામના વ્યક્તિનું મકાન વડવા ખાડિયા કુવા પાસે આવેલું છે. મકાન સાંજના સમયે ઘરના દરેક સભ્યો ઘરે હતા, ત્યારે છત તૂટી પડી હતી. કાટમાળમાં રાજુભાઇ તેની પત્ની મીનાબેન પુત્ર વિકી અને રીમાં નામની મહિલા દબાઈ ગયા હતા.

આ બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવ્યા હતા અને મીનાબેનને બહાર કાઢવામાં આવ્યા હતા તો અન્યને પણ સામાન્ય ઇજા થતાં બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મીનાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details