ભાવનગરમાં 59 mm ખાબક્યો વરસાદ ભાવનગર: ઉનાળામાં સતત વરસાદ પડી રહ્યો છે. ફરી વાર ભાવનગરમાં વરસાદ પડ્યો હતો. ખેડૂતોને હવે વાવણી કરવામાં ચિંતા થઇ રહી છે કે વાવણી કરવી કયારે. શહેરમાં એક માત્ર આવેલા સમી સાંજના ગાજવીજ અને ભારે પવન સાથેના મીની વાવાઝોડાએ નાની મોટી નુકસાની વેરી છે. શહેરમાં બપોર બાદ અચાનક ઉભા થયેલા વાતાવરણ વચ્ચે ભારે પવન શરૂ થયો હતો. પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો પડવા અને પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યના મોસમ વિભાગે આપેલી આગાહી પ્રમાણે ભાવનગરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું.
વરસાદની શરૂઆત થઈ:સાંજે અચાનક વાતાવરણ બદલાયું અને પવન સાથે ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લામાં માત્ર ભાવનગર શહેર અને ચારે તરફ તાલુકામાં ધોધમાર વરસાદની એન્ટ્રી બપોર બાદ સાંજના સમયે થઈ હતી. ભારે પવન સાથે કાળા વાદળો ધસી આવ્યા હતા. ઠંડા ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જોતા જોતામાં વરસાદ અનરાધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. અડધી કલાકમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. આકરી ગરમીથી એક તરફ રાહત મળતી હતી તો બીજી તરફ ધોધમાર વરસાદથી મુશ્કેલીઓ પર ઉભી થઇ હતી. કોઈ રેનકોટ તો કોઈ છત્રી સાથે દેખાવા લાગ્યા હતા. અનરાધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
પોણા ત્રણ ઈંચ વરસાદ: કેટલો વરસાદ બે કલાકમાં વરસ્યો અને જિલ્લામાં પરિસ્થિતિ આમ તો વરસાદની એન્ટ્રી અને આવેલા ધોધમાર વરસાદ ઈશારો ચારેતરફ હોવાનો કરતો હતો.વરસાદ સાંજે 6 કલાકે શરૂ થયો હતો. કાળા ધસી આવેલા વાદળો સાથે વરસાદ ધોધમાર વરસતા અંદાજીત 2 થી 3 ઇંચ હોવાનું અનુમાન હતું.પરંતુ હવામાન વિભાગે જાહેર કર્યા મુજબ 59 mm વરસાદ વરસ્યો હોવાનું જાહેર કર્યું હતું. 24 mm એ એક પ્રમાણે જોઈએ તો 59 mm એટલે પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. બે કલાકની ઇનિંગમાં મેઘરાજાએ જિલ્લામાં માત્ર ભાવનગર તાલુકામાં 59 mm અને ઘોઘામાં 2 mm વરસાદ વરસાવ્યો હતો. જ્યારે જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદ વરસ્યો નો હતો.આમ માત્ર ભાવનગરમાં વરસાદથી સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા.
બે કલાકની અંદર ધોધમાર માત્ર ભાવનગરમાં 59 mm ખાબક્યો વરસાદ પાણી ભરાવાનો ભોગ: એક તરફ ધોધમાર વરસાદ વરસતો હતો અને બીજી બાજુ 17 કિલોમીટર રથયાત્રાના રૂટ પર પોલીસની માર્ચ વાહનો સાથે શરૂ હતી. વાઘાવાડી રોડ પર ચાલુ વરસાદમાં પોલીસે કારનો કાફલો પોલીસની હિંમત અને જાગૃકતાને જાહેર કરતો હતો. હવે વાત કરીએ પાણી ભરાવાની અને વૃક્ષોની તો શહેરના કુંભારવાડા પહેલા પાણી ભરાવાનો ભોગ બન્યું છે. શીતળા માતાજીના મંદિરની ચારે તરફ પાણી પાણી જોવા મળતું હતું. રસ્તાઓનું નામો નિશાન ના હતું. ત્યારે પીલગાર્ડન દિવાલે જશોનાથ સર્કલથી પાનવાડી રસ્તા વચ્ચે ધરાશાયી થયા હતા. રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા રાહદારીઓ હાલાકી પણ ભોગવવી પડી હતી. આ સાથે વૃક્ષ કાર ઉપર પડ્યું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા.જેમાં બે કારને નુકસાન થયું હતું.
- Monsoon Rain Forecast : આધુનિક વિજ્ઞાનના સમયમાં પણ કુદરતી સંકેતો દ્વારા ચોમાસાની આગાહી, જાણો દેશી આગાહીકારે શું કહ્યું
- Surat Weather News : સુરતમાં ભારે પવન સાથે વરસાદ, સુરત ફાયર વિભાગને ઝાડ પડવાના કુલ 71 કોલ મળ્યાં
- Gujarat Weather Updtaes: રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ તો ક્યાંક વાતાવરણમાં પલટો, આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી