ગુજરાત

gujarat

ETV Bharat / state

લગ્નમાં ગણપતિ સ્થાપન પ્રથમ મહત્વનું કેમ ? શુ ધાર્મિક મહત્વ જાણો

ભાવનગર(bhavnagar) નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં હિન્દૂ ધર્મ લગ્ન હોઈ કે અન્ય ધાર્મિક શુભ કાર્ય ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે ગણપતિનું સ્થાપન(ganpati lagan sthapana ) શા માટે આ જાણવા જ્યોતિષ કેવલભાઈ જાની સાથે ખાસ વાતચીત કરી હતી. ચાલો જાણીએ ગણપતિનું (Ganapati Bapa)મહત્વ શુ છે લગ્નમાં.

bhavnagar
bhavnagar

By

Published : Nov 19, 2021, 1:45 PM IST

Updated : Nov 21, 2021, 11:10 AM IST

  • દુંદાળા દેવ ગણપતિની લગ્નમાં પ્રથમ સ્થાપના કરાય છે જેનું અનેરું મહત્વ
  • લોકવાયકા પ્રમાણે ગણપતિના સ્થાપન અને પૂજા વગર ધાર્મિક કાર્ય અધૂરું ગણાય
  • લગ્ન જેવા પ્રસંગમાં ગણપતિ બાપાનું સ્થાપન કરીને દરેક વિઘ્નને દૂર રહેવું પડે

ભાવનગરઃહિન્દૂ ધર્મનમાં લગ્ન એટલે એક પવિત્ર બંધનનું બાંધણું જેમાં સ્ત્રી અને પુરુષ જીવનભર માટે બંધાય જાય છે. આ લગ્ન જીવનમાં બંધાવવા માટે લગ્ન આયોજિત થતા હોય છે. હિન્દૂ ધર્મના રીતરિવાજો પ્રમાણે લગ્ન માટે સમય,યોગ,રાશિ વગેરે જોઈને દિવસ નક્કી થાય છે ત્યારે લગ્નના પ્રારંભ પહેલા હંમેશા ગણપતિની સ્થાપના (Ganpati installation is important in marriage )પ્રથમ થાય છે જાણીએ કેમ.

લગ્નમાં ગણપતિ સ્થાપન પ્રથમ મહત્વનું કેમ ? શુ ધાર્મિક મહત્વ જાણો

લગ્નમાં ગણપતિની સ્થાપના કેમ જ્યોતિશીના મતે

લગ્નનજીવન પ્રારંભ કરબ સ્ત્રી પુરુષની જોડી વિધિવિધાન પ્રમાણે નક્કી થાય છે બાદમાં શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે લગ્નન આયોજિત થાય છે. લગ્નમાં પણ પ્રથમ ગણપતિ દાદાની સ્થાપના પ્રથમ થાય છે.આ વિશે આપણે માહિતી મેળવીએ જ્યોતિષી કેવલભાઈ જાની પાસેથી જેમને જણાવ્યું હતું કે ગણપતિ વિઘ્નને હરનારા દેવ છે. શુભ અને લાભ કાર્યમાં હંમેધા ગણપતિનું સ્થાપન પ્રથમ કરવાથી એક પણ કાર્યમાં વિઘ્ન આવતા નથી. દેવી દેવતાની પૂજા પહેલા પણ ગણપતિ પૂજા પ્રથમ લખવામાં આવેલી છે.

કોઈ પણ દેવી દેવતાની પૂજા પહેલા ગણપતિની પૂજા થાય

દરેક પ્રકારના વિઘ્નને ગણપતિ હરિ લેતા હોય છે. બીજી રીતે જોવા જઈએ તો શાસ્ત્રમાં લખ્યું છે કે શિવ સમાધિમાંથી પરત ફર્યા ત્યારે ગણપતિ સર્જનથી શિવ વાકેફ નોહતા અને માં પાર્વતી(Shiva Parvati ) પાસે જતા ગણપતિ રોકે છે અને શિવ તેમનું ધડ કાપી નાખે છે ,ત્યારે બહાર આવેલા પાર્વતી ગુસ્સે થતા અને શિવ ને ખ્યાલ આવતા ગણપતિ તેમને સજીવન કરવા અંતે હાથીનું ધડ લગાવીને સજીવન કરે છે. ત્યારે શિવ તરફથી આશીર્વાદ મળે છે, કે કોઈ પણ દેવી દેવતાની પૂજા પહેલા ગણપતિની પૂજા થશે તો જ ધાર્મિક કાર્ય પૂર્ણ ગણાશે તેથી ગણપતિની સ્થાપના હંમેશા ધાર્મિક કે લગ્ન જેવા કાર્યમાં પ્રથમ ગણ પતિની સ્થાપના અને પૂજા થાય છે.

આ પણ વાંચોઃDev Diwali 2021: જાણો દેવ દિવાળીનાં તહેવારનું મહત્વ...

આ પણ વાંચોઃઆખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી

Last Updated : Nov 21, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details