ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં તું કેમ મારી દીકરી સામે જોવે છે? કહી ઠપકો આપનાર વ્યક્તિની હત્યા કરનાર આરોપી ઝડપાયો - Bortalav Police Station

ભાવનગરમાં કુંભારવાડાના અક્ષરપાર્કમાં પોતાના ઘર સામે દુકાન ધરાવતા શખ્સને પોતાના ઘરની દીકરીની છેડતી બાબતે એક વ્યક્તિએ ઠપકો આપ્યો હતો. ઠપકો આપવા ગયેલા શખ્સની હત્યા કરીને નાસી ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

ભાવનગરમાં તું કેમ મારી દીકરી સામે જોવે છે? કહી ઠપકો આપનાર વ્યક્તિની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ભાવનગરમાં તું કેમ મારી દીકરી સામે જોવે છે? કહી ઠપકો આપનાર વ્યક્તિની હત્યા કરનાર આરોપી ઝડપાયો

By

Published : Dec 24, 2020, 9:46 AM IST

  • ભાવનગરમાં દીકરીની છેડતી બાબતે ઠપકો આપવા જતા વ્યક્તિની હત્યા
  • ઘરની સામે જ આવેલી દુકાનમાં ઠપકો આપવા જતા વ્યક્તિ પર છરીથી હુમલો
  • આરોપી હત્યા બાદ નાસતો ફરતો હતો, પોલીસે આરોપીની કરી ધરપકડ
    ભાવનગરમાં તું કેમ મારી દીકરી સામે જોવે છે? કહી ઠપકો આપનાર વ્યક્તિની હત્યા કરનાર આરોપી ઝડપાયો

ભાવનગરઃ શહેરના છેવાડે આવેલા કુંભારવાડાનાં અક્ષર પાર્કમાં ઘરની સામે દુકાન ધરાવતા શખ્સ સાથે સામાન્ય બોલાચાલી બાદ યુવકની ઘાતકી હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. એટલે પોલીસ કાફલો દોડી ગયો હતો. ભાવનગર પરા રેલવે સ્ટેશન પાછળ આવેલા અક્ષર પાર્કમાં સાંજે હત્યાના બનાવ બાદ નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

ભાવનગરમાં તું કેમ મારી દીકરી સામે જોવે છે? કહી ઠપકો આપનાર વ્યક્તિની હત્યા કરનાર આરોપી ઝડપાયો
કોની થઈ હત્યા અને આરોપી ક્યા?ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેવાડે આવેલા અક્ષરપાર્કમાં રહેતા રણછોડ સુરસીંગ ધરાજિયા નામના 35 વર્ષના શખ્સની તેના ઘર સામે કેબીન એટલે દુકાન ધરાવનાર શખ્સ સાથે સામાન્ય બાબતે બોલચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો હત્યામાં પરિણમી ગયો હતો. અક્ષર પાર્કની શાળા પાસે ઘર ધરાવનારા રણછોડભાઈની હત્યા તેના ઘર સામે થઈ જતા ચારે તરફ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, રણછોડને ઘાતકી હથિયાર વડે ઈજા કર્યા બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે દુકાનદાર નાસી છૂટ્યો હતો ત્યારે રણછોડ ધરાજિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યા બાદ નાસ્તા ફરતા આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.

અંતે ઝડપાયો આરોપી શું હતું કારણ હત્યાનું

અક્ષર પાર્કમાં જ્યાં દુકાન હતી. તે સ્થળ પર ડીવાયએસપી સાફિન હસન સહિત બોરતળાવ પોલીસ સ્ટેશનનો કાફલો પોહચી ગયો હતો. હત્યા કરીને નાસી જનારા શખ્સ ધવલ ઉર્ફે હુરિયાને પોલીસે પકડી પાડ્યો છે. મૃતક રણછોડભાઈ ધવલને ઠપકો આપવા ગયા હતા કે તું કેમ તેમની દીકરી સામે જોવે છે? તેથી ઉશ્કેરાયેલા ધવલે છરી વડે હુમલો કરીને નાસી છૂટ્યો હતો અને અંતે પોલીસે આરોપી ધવલને ઝડપી લીધો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details