ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની તંત્રને રજૂઆત, દુકાનો ખોલવા સુરક્ષાની માગ - ભાવનગર વેપારીઓ દ્વારા કલેકટરને રજૂઆત

ભાવનગર શહેરમાં પાન મસાલાની દુકાનો પર MRPને પગલે તંત્રની તવાઈ બાદ વેપારીઓ દુકાન ખોલવા માટે તંત્ર પાસે સુરક્ષાની માગ કરી કલેકટરને રજૂઆત કરી હતી.

ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની તંત્રને રજૂઆત, દુકાનો ખોલવા સુરક્ષાની માગ
ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની તંત્રને રજૂઆત, દુકાનો ખોલવા સુરક્ષાની માગ

By

Published : May 28, 2020, 7:51 PM IST

ભાવનગરઃ શહેરમાં પાન મસાલાની દુકાન પર તંત્રની તવાઈ બાદ હવે પાન મસાલાના હોલસેલ વેપારી દુકાન ખોલવાને પગલે કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા. વેપારીઓએ માગ કરી છે કે, તેમને સુરક્ષા પુરી પાડવામાં આવે તેની પાછળનું કારણ પણ વેપારીઓએ તંત્રને રજૂ કર્યું હતુ.

ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની તંત્રને રજૂઆત, દુકાનો ખોલવા સુરક્ષાની માગ
ભાવનગરમાં પાન મસાલાની દુકાનો પર MRPને પગલે તંત્રની તવાઈ બાદ વેપારીઓ સુરક્ષાને પગલે કચેરીએ દોડી ગયા હતા. હોલસેલ વેપારીઓ પાન મસાલાની દુકાનો ખોલવા તો માંગે છે પણ લોકો સંગ્રહ કરવાની નીતિથી બોહળી સંખ્યામાં આવે છે.

તો કેટલાક અસામાજિક તત્વો ધમકાવીને માલસામાન લઈ જાય છે સાથે વેપારીઓનું કહેવું છે કે તેમની પાસે માલ સામાન પૂરતો નથી અને કંપનીઓનું ઉત્પાદન પણ ઓછું હોવાને કારણે આવક નથી તેથી દુકાનો વેપારીઓ ખોલે પણ કોઈ રસ્તો શોધીને તંત્ર સુરક્ષા આપે અને દુકાનો ખોલવામાં મદદ કરે તેવી માગ કલેકટરને રજૂઆત કરીને કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details