જિલ્લામાં સારા વરસાદને લઈને શહેરનું ગૌરીશંકર તળાવ સાત વર્ષ બાદ પૂર્ણ સપાટીએ ભરાયું છે, શહેરની જરૂરિયાતને પહોંચી વળવા શેત્રુંજી ડેમ, મહી પરીએજ માંથી પાણી આવે છે. તેમજ ગૌરીશંકર તળાવમાંથી વધારાનું 15mld પાણી ઉપાડવામાં આવે છે.
ભાવનગરમાં જૂની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ - ભાવનગરમાં પાણીનો વેડફાટ
ભાવનગર: શહેરના નિલમબાગ વિસ્તારમાં આવેલા રજવાડા વખતની જૂની પાણીની લાઈનમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. 20 વર્ષ બાદ અચાનક લાઇન શરૂ કરાતા જૂની લાઇન ડેમેજ હોવાના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો છે.
ભાવનગરમાં જૂની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ
શહેરની જરૂરિયાત વધતા તંત્ર દ્વારા ગૌરીશકર તળાવમાંથી વધુ 5 mld પાણી ઉપાડવાનો નિર્ણય કરાયો હતો. જે રજવાડા વખતની પાણીની જૂની લાઇન મારફત તખ્તેશ્વર ફિલ્ટરમાં ઠાલવવા માટે ગૌરીશંકર તળાવ ખાતેનો પાણીનો વાલ્વ ખોલતાની સાથેજ નિલમબાગ નજીક નવા બની રહેલા બિલ્ડીંગની નીચેથી પસાર થતી આ જૂની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો. હાલ તો તંત્ર દ્વારા લાઇન બંધ કરવા અને લાઇનમાં પડેલા ભંગાણને રીપેરીંગ કરવા કવાયત હાથ ધરાઈ છે.