ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના છેવાડાના ભળેલા નારી અને અકવાડા ગામમાં પાણીની સમસ્યા - Bhavnagar news

ભાવનગર જિલ્લામાં નલા ભળેલા અકવાડા અને નારી ગામમાં પાણીની સમસ્યા સામે આવી છે. અકવાડામાં બે દિવસથી તો નારીમાં પણ બે દિવસથી પાણીનો દેકારો છે ત્યારે અધિકારીએ કારણ રજૂ કર્યું છે.

નારી અને અકવાડામાં પાણી સમસ્યા
નારી અને અકવાડામાં પાણી સમસ્યા

By

Published : Mar 25, 2021, 12:12 PM IST

Updated : Mar 25, 2021, 12:55 PM IST

  • ભાવનગરમાં પાંચ વર્ષ પહેલા પાંચ નવા ગામ ભળ્યા હતા
  • નારી અને અકવાડા ગામમાં પાણીની સમસ્યા સામે આવી
  • રાજકીય રંગ આપવવાનો પ્રયત્ન કર્યો

ભાવનગર :જિલ્લામાં ભળેલા નવા પાંચ ગામમાં પાંચ વર્ષ પછી પણ એક પછી એક સમસ્યા સામે આવી છે. નારી અને અકવાડા ગામે પાણી સમસ્યા સામે આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પાણી ન મળવા પાછળના કારણો જાણ્યા વગર વિરોધ થઈ રહ્યા છે. રાજકીય રંગ આપવવાનો પ્રયત્ન કર્યો છે. બે કેે ત્રણ દિવસ સુધી પાણી નથી મળ્યું.

નારી અને અકવાડામાં પાણી સમસ્યા
નારી અને અકવાડામાં પાણી સમસ્યા


નવા ભળેલા અકવાડા ગામમાં સમસ્યા પાણીની

અકવાડા ભાવનગર મહાનગરપાલિકામાં ભળી ગયા બાદ બે દિવસથી પાણીની સમસ્યા નવા પરા વિસ્તારના આશરે 15 જેટલા ઘરોને એક ગલીમાં પાણીની સમસ્યા સતાવી રહી છે. લોકોએ દેકારો કર્યો હતો કે, બે સપ્તાહ આસપાસથી પાણી આવતું નથી. મહિલાઓ બેડા લઈને બહાર આવી ગઈ હતી. એક તરફ ગટરનું કામ ચાલુ છે તેથી ખોદકામ થયું છે. તેથી વાહન ચાલવામાં ભારે હાલાકી છે. વાહનો ખુંપી જવાના બનાવો બની રહ્યા છે.

આ પણ વાંચો : ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા શરૂ


નારી ગામમાં બે દિવસથી પાણીની સમસ્યા


નારી ગામમાં અગાઉ પણ પાણીની સમસ્યાનો કકળાટ સામે આવ્યો હતો. હાલમાં બે દિવસથી પાણી નહિ મળતા ટેન્કર મંગાવી ચલાવવું પડી રહ્યું છે. કોંગ્રેસના નગરસેવક અને કાર્યકર સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્યા હલ કરવા ખાતરી આપી હતી.

આ પણ વાંચો : પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર

અધિકારીઓએ અકવાડા નારી ગામની સમસ્યાને ફગાવી દીધી


નવા ભળેલા પાંચ ગામમાં ગટર અને પાણીની લાઇન માટે કામગીરી હાલમાં પણ સક્રિય ચાલી રહી છે. પાણી વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે, 'બંન્ને ગામમાં રાજકીય રંગ અપાયો છે. અકવાડામાં ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટતા બે દિવસ બંધ રહ્યું હતું. જ્યારે નારીમાં 5 MLD ફિલ્ટર પ્લાન્ટનું ટેસ્ટિંગ હતું. જે નવો બન્યો છે અને જૂની લાઈનમાં તો નિયમ અનુસાર પાણી અપાયું છે એટલે પાણી નથી મળતું આ વાત ગળા નીચે ઉતરતી નથી. અધિકારીએ બંન્ને સમસ્યાના છેદ ઉડાડ્યા હતા'.

Last Updated : Mar 25, 2021, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details