- પ્રજાના પ્રતિનિધિ જ સોશિયલ ડિસ્ટન્સનું નથી કરતા પાલન
- ગારિયાધારમાં નેતાઓ હોવા છતાં સામાજીક અંતરનું ઉલ્લંઘન
- કોરોનાનું સંક્રમણ વધતા પણ નથી રાખતા સાવચેતી
ભાવનગરઃ ભાવનગરના ગારીયાધારમાં રાજ્ય સભાના સાંસદે એમ્બ્યુલન્સની ફાળવણીનો લોકાર્પણ કાર્યક્રમ તાલુકા પંચાયતમાં યોજવામાં આવ્યો હતો. પણ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભુલાઈ ગયું એટલું જ નહીં એમ્બ્યુલન્સમાં પણ રાજ્ય સભાના કોંગ્રેસના સાંસદ સહિત સ્થાનિક નેતાઓ અંતર ભૂલીને નિરિક્ષણ કરવા બેઠા હતાં.
ગારીયાધારમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ગારીયાધારને ૩૦ લાખના ખર્ચે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અમીબેન યાગ્નિક દ્વારા વેનિટી વાન અર્પણ કરવામાં આવી છે, જેનો કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, સ્થાનિક ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને મુખ્ય મહેમાન અમીબેન યાગ્નિક મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. જેમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડતા હતા. ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતા અને કાર્યકરો હોવા છતાં કોરોના મહામારીની કોઈ પણ ગાઈડલાઈનનું પાલન થતુું જોવા મળ્યું નહોતું.