ભાવનગર: ભાવનગર શહેરને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ (Vehicle scrap yard) ફાળવી દીધા બાદ એક વર્ષ થવા આવશે હજુ કોઈ હલચલ જોવા મળતી નથી.સ્કેન સેન્ટરથી શરૂઆત થતા નવા વ્યવસાયમાં અને ભંગારીઓ માટે કોઈ પોલિસી બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે સૂચનો સૂચવ્યા છે.આ સિવાય ઘણી બાબતોમાં ઇકો સિસ્ટમ ગોઠવવા જરૂરી ગણાવાય છે.જાણો લોકોને શુ થશે ફાયદો.
વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી સેકન્ડહેન્ડ માલ-સામાન વેચનાર વેપારીઓ પડ્યા મૂંઝવણમાં... આ પણ વાંચો:Corona Update in Gujarat : નવા કેસોની રોકેટગતિ, અમદાવાદમાં 229 પોઝિટિવ કેસ સહિત જાણો રાજ્યની સ્થિતિ
વ્હીકલ સ્ક્રેપ યાર્ડનું પહેલું પગથીયું નથી તૈયાર
સરકાર સાથે MOU (memorandum of understanding) થયા બાદ ત્રણ જેટલી ભાવનગરની કંપનીઓ જોડાઈ છે. ત્યારે હજુ એક વર્ષ બાદ પણ સ્કેન સેન્ટર શરૂ થયા નથી. સ્કેન સેન્ટર માટે પણ મંજૂરી મળ્યા બાદ સ્કેનિંગ શરૂ થશે અને બાદમાં સ્ક્રેપમાં વાહનો મોકલવા સ્કેન શરૂ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોનીએ (Kirit Soni, president of the Chamber of Commerce) જણાવ્યું હતું કે, હજુ સ્કેનિંગ સેન્ટર માટે મંજૂરીઓ આપવાની શરુઆત થઈ છે. વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સરકારે જિલ્લા પ્રમાણે એક વ્હીકલ સ્ક્રેપ યાર્ડને મંજૂરી આપવી જોઈએ. નહિતર એવું થશે કે, બધા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ મેગાસીટી નજીક જતા રહેશે. જિલ્લામાં એકને મંજૂરી બાદ બીજાને મંજૂરી ત્યારેજ મળવી જોઈએ જ્યારે વાહનો એક સ્ક્રેપ યાર્ડમાં વધી પડતા હોય.
ભંગારના વેપારીઓ માટે ચેમ્બરની માંગ શું અને કેમ છે જરૂરી
ભાવનગર શહેર નહિ પરંતુ સમગ્ર ભારતમાં વાહનો ભંગારમાં જતા હોય છે. દેશને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ (Vehicle scrap yard) મળી રહ્યા છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોનીએ જણાવ્યું હતું કે, ભંગારીઓ અત્યારે બધા વાહનો ખરીદે છે પરંતુ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવ્યા બાદ વાહન સ્ક્રેપમાં આવતા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સર્ટિફિકેટ આપશે જે લોકોને નવા વાહન ખરીદી માટે ઉપયોગી થશે.આ સિસ્ટમ ભંગારીઓ માટે પણ થવી જોઈએ કારણ કે, તેમ કરવાની ખોટી નમ્બર પ્લેટ વાળા કે ગેરકાયદેસર વાળા વાહનોનો ખ્યાલ સરકારને આવશે. ભંગારીઓ માટે પણ વિચારવું પડશે. પરંતુ તેનો બનેલા નિયમોમાં ઉલ્લેખ નથી.
આ પણ વાંચો:CM Bhupendra Patel : બોરસદમાં 12 ઇંચ વરસાદે શી બેહાલી સર્જી તેની વિગતો જાણતાં મુખ્યપ્રધાન, શું આપી સૂચના જાણો
નાના લોકોને વધારે પડશે મુશ્કેલી
ભારતનો ભંગાર થતા વાહનોનો સંપૂર્ણ વ્યવસાય નાના મોટા ભંગારીઓને આધારે ચાલે છે. સરકાર નવી પોલિસી બનાવીને સિસ્ટમમાં ગોઠવવા જઈ રહી છે, પરંતુ ભંગારીઓનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.વ્હીકલ સ્ક્રેપ યાર્ડ હજુ રાહમાં છે કે સ્કેનિંગ સેન્ટર શરૂ થાય બાદમાં સાધનો વસાવવામાં આવે અને સ્ક્રેપ લેવાની શરૂઆત થાય. જો કે વાહનોના જુના સાધનોના પણ વ્યાપાર થાય છે. ભાવનગરના સિકંદરભાઈએ જણાવ્યું હતું કે, નાના લોકોને વધારે મુશ્કેલી પડશે એ લોકોને તો સ્ક્રેપ યાર્ડ (Vehicle scrap yard) ખોલવાનું જ છે.અમને જો મંજુરિયો આપે તો નાના લોકોને ઘણો ફાયદો થાય તેમ છે.