ગુજરાત

gujarat

ETV Bharat / state

Valentine Week 2023: ઘરે બનાવેલી ચોકલેટ યુવાનો તો ઠીક વૃદ્ધોને પણ વળગી, ભાવિષાબેનનો ભાવ ભળ્યો

વેલેન્ટાઇન વીક 2023 માં યુવાનો સાથે વૃદ્ધોમાં પણ ચોકલેટ લેવાનો ક્રેજ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ભાવિષાબેન બનાવે છે હોમ મેડ ચોકલેટ. જે ચોકલેટના દિવાના છે યુવાનોની સાથે વૃદ્ધો કપલ પણ. જાણો કેટલી અને કેવી ચોકલેટ વધુ વેચાઇ રહી છે.

Valentine Week 2023:  યુવાનો સાથે વૃદ્ધો પણ ભાવિષાબેનની હોમ મેડ ચોકલેટના દિવાના
Valentine Week 2023: યુવાનો સાથે વૃદ્ધો પણ ભાવિષાબેનની હોમ મેડ ચોકલેટના દિવાના

By

Published : Feb 9, 2023, 10:33 AM IST

Valentine Week 2023: યુવાનો સાથે વૃદ્ધો પણ ભાવિષાબેનની હોમ મેડ ચોકલેટના દિવાના

ભાવનગર:વિશ્વમાં 2023ના તારીખ 9 ફેબ્રુઆરી યુવા હૈયાઓ માટે ચોકલેટ દિવસ છે. બદલતા વિચારો વચ્ચે યુવાનો હવે બહાની કંપનીઓની ચોકલેટ સાથે હોમ મેડ ચોકલેટ બનાવડાવી રહ્યા છે. કારણ કે કોઇ પણ ખાવાની વસ્તુ હોમ મેડ મળી જાય તો લોકોને વધારે જ પંસદ આવે છે. ભાવનગરમાં રહેતા અને મૂળ પંજાબના ભાવિષાબેન પંજાબી હોમ મેડ ચોકલેટ બનાવે છે. જાણો યુવાનોને કેવી ચોકલેટ પંસદ આવે છે જાણો.

Valentine Week 2023: યુવાનો સાથે વૃદ્ધો પણ ભાવિષાબેનની હોમ મેડ ચોકલેટના દિવાના

હોમ મેડ ચોકલેટ:વિશ્વમાં વિદેશી સંસ્કૃતિ ફેલાઈ ચુકી છે. ભારતમાં અને હવે ભાવનગરમાં પણ વિશ્વ ચોકલેટ દિવસ નિમિત્તે પોતાની પ્રેમિકા અને પત્નીઓને પતી ચોકલેટ આપીને ઉજવણી કરતા થઈ ગયા છે. અનેક ખાનગી કંપનીઓની ચોકલેટના બદલે કેટલાક યુવાનીયાઓ પોતાની પ્રેમિકા અને પતિ પોતાની પત્નીને આકર્ષિત અને ખુશ કરવા હોમ મેડ ચોકલેટ તરફ વળ્યા છે. ભાવનગરમાં પણ હોમ મેડ ચોકલેટની માંગ ચોકલેટ દિવસે જોવા મળી છે.

આ પણ વાંચો ઘરે જ બનાવો બપ્પાના મનપસંદ ચોકલેટ મોદક, જૂઓ રેસીપી

કેવી ચોકલેટની માંગ:ભાવનગરમાં ચોકલેટ ડેની ઉજવણી કરવા કેટલાક હૈયાઓ થનગની રહ્યા છે. ભાવનગરમાં નવો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે. જેમાં હોમ મેડ ચોકલેટની પસંદ વધી રહી છે. મૂળ પંજાબના અને ભાવનગરમાં વર્ષોથી રહેતા ભાવિષાબેન પંજાબી સાથે વાતચીત કરતા જાણવા મળ્યયું કે, ચોકલેટ ડેની ઉજવણીના ઓર્ડરો ખૂબ આવ્યા છે અને મોટા ભાગના ઓર્ડરો પૂર્ણ કરીને ચોકલેટ આપી દેવામાં આવી છે. યુવાનો ખાસ કરીને ડાર્ક અને ડ્રાયફ્રુટ ચોકલેટની સૌથી વધારે માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો Valentine Week 2023 : વેલેન્ટાઈન વીકના સાતમા દિવસે ઉજવવામાં આવે છે કિસ ડે

વડીલો કરે છે આ ચોકલેટની માંગ:કહેવાય છે કે શરીર વૃદ્ધ થાય છે મન નહિ. હા, ભાવનગરમાં ચોકલેટ દિવસ નિમિત્તે વૃધ્ધો કપલ્સ પણ હવે ચોકલેટ ડેની ઉજવણી કરી રહ્યા છે. ETV BHARAT સાથે વાત કરનાર હોમ મેડ ચોકલેટ બનાવનાર ભાવિષાબેને જણાવ્યું હતું કે, વડીલ કપલને પણ ચોકલેટ ડે ઉજવવાનું મન હોય જ. ખાસ કરીને કપલ અને વૃદ્ધો મુખવાસ, ગુલકંદ અને ખજૂર ચોકલેટ ખાસ માંગે છે. યુવાનોમાં ક્રેઝ વધુ હોય છે પણ હવે તો વડીલ કપલો પણ ખાસ બનાવડાવે છે.

હોમ મેડ ચોકલેટ શા માટે:ભાવનગરમાં વર્ષોથી રહેતા પંજાબના ભાવિષાબેન પાસે ચોકલેટ દિવસના ઓર્ડરમાં કંઈક નવું આપવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ચોકલેટ ડેના દિવસે ખાનગી કંપનીઓની તો સૌ કોઈ ચોકલેટ આપતા હોય છે. પરંતુ હોમ મેડ શા માટે તો જવાબ છે તેમ અલગ અલગ પેકિંગ જવાબદાર છે. હોમ મેડ પાછળ બીજું કારણ શારીરિક રીતે નુકસાન કરતી હોતી નથી. ચોકલેટનો ઓર્ડર આપનારા લોકો જુદા જુદા પેકિંગ અને બુકેમાં ચોકલેટ પેક કરીને વસ્તુ આપવાની માંગ કરે છે.

ABOUT THE AUTHOR

...view details