એક જ પાર્ટનર સાથેનો સ્પર્શીને રહેવાનો ભાવ અને લાગણીના પગલે તેને લવ બર્ડ નામ આપવામાં આવ્યું છે ભાવનગર : પ્રેમીજનોનો મનગમતો દિવસ એવા વેલેન્ટાઇન ડે 2023ની ઉજવણીને ગણતરીના કલાકો બાકી છે. Velentine Day એટલે પ્રેમનો દિવસ કહેવાય છે પરંતુ પ્રેમ સાચો કેવી રીતે જાણી શકાય અને તેનુ પ્રમાણ શું હોઈ શકે છે? હા, અમે અહીંયા પ્રેમનું પ્રમાણ દર્શાવવાની કોશિશ લવ બર્ડથી કરવાના છીએ. પ્રેમનું પ્રતીક કહેવાતા લવ બર્ડને પ્રેમનું પ્રતીક કેમ કહેવામાં આવે છે. મનુષ્ય જેવી સામાજિક વ્યવસ્થા અને કૌટુંબિક વ્યવસ્થા લવ બર્ડમાં પણ હોય છે. લવ બર્ડ પ્રત્યે અપાર પ્રેમ ધરાવનાર ભાવનગરના આશુતોષભાઈના સથવારે જાણીએ કે આખરે સાચો પ્રેમ કેવો હોય.
લવ બર્ડ પ્રેમનું પ્રતીક આખરે કેમ માનવામાં આવે છે : વેલેન્ટાઇન ડે એટલે પ્રેમી યુગલોનો દીવસ કે જેમાં પ્રેમ પાથરવાનું મહત્વ રહેલું હોય છે. મનુષ્ય કરતા પક્ષીઓ હમેશા નિર્દોષ અને ઈશ્વરીય સત્યતા સાથે જોડાયેલા હોય છે. પક્ષીઓમાં છળ,કપટ,દગો વગેરે નથી હોતું. ત્યારે અહીંયા પ્રેમનું પ્રતીક લવ બર્ડની વાત કરવાની છે. છેલ્લા 13 વર્ષથી લવ બર્ડને પ્રેમ કરતા આશુતોષભાઈ વ્યાસે જણાવ્યું હતું કે લવ બર્ડમાં ખૂબ જ પ્રેમ ભરાયેલો હોઈ છે. પરંતુ તેનું નામ જ લવ બર્ડ કેમ પડ્યું તો તેનો જવાબ એક જ છે કે લવ બર્ડ જ્યારે કોઈ પાર્ટનર શોધે છે અને બાદમાં મરણ સુધી તે બીજા કોઈ પાર્ટનરને સ્વીકારતો નથી.
પાર્ટનર સાથે સ્પર્શીને રહે છે : ઉદાહરણ સ્વરૂપે માણસોમાં લગ્ન થયા બાદ એક જ પત્નીની સાથે જીવન વિતાવવું થાય છે. બીજું લવ બર્ડ હમેશા હર ક્ષણ પોતાના પાર્ટનર સાથે સ્પર્શીને રહે છે.જો કોઈ એકનું મૃત્યુ થાય કુદરતી તો બીજું પાર્ટનર માદા કે નર ટૂંકા દિવસોમાં મૃત્યુ પામે છે. આમ બંનેનો જીવન સુધીનો એક જ પાર્ટનર સાથેનો સ્પર્શીને રહેવાનો ભાવ અને લાગણીના પગલે તેને લવ બર્ડ નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો Valentine Day 2022: જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની અનોખી Love Story, જુઓ
લવ બર્ડની પ્રેમ સાથે કુદરતી સામાજિક વ્યવસ્થા : આમ તો મનુષ્યોમાં બુદ્ધિ, શારીરિક સક્ષમતા અને વૈચારિકતાને પગલે ઋષિમુનિઓએ સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા બનાવી હતી. ભારતમાં આજે પણ સામાજિક વ્યવસ્થાઓ અને કૌટુંબિક વ્યવસ્થાઓ ચાલી રહી છે. હવે વિચારો એક પક્ષીમાં આવી વ્યવસ્થા હોઈ શકે ખરા ?. જવાબ છે હા. ભાવનગરના આશુતોષભાઈ વ્યાસે જણાવ્યું હતું કે મનુષ્ય જેમ સામાજિક વ્યવસ્થા લવ બર્ડમાં પણ છે.
આશુતોષ વ્યાસ લવ બર્ડની જેનેટિક ડેટાની સાચવણી પણ કરે છે લવ બર્ડના જેનેટિક ડેટાની સાચવણી : લવ બર્ડના નવા બચ્ચાઓ જન્મે પછી 15 દિવસે એક રિંગ પગમાં પહેરાવી નમ્બર આપે છે. 4 મહિના બાદ બેંગ્લોર લેબોરેટરીમાં તેના પીંછાના આધારે નર (Male) કે માદા (Female) જાણવામાં આવે છે અને બાદમાં 1 વર્ષનું થયા બાદ તેને પોતાના ગૌત્ર બહાર પાર્ટનર શોધી આપવામાં આવે છે. જો કે આ વ્યવસ્થા તેમનામાં કુદરતી તો છે જ પણ અમે પણ ડેટા રાખીએ છીએ. જેથી કરીને કોઈ લવ બર્ડ એક ગોત્રમાં જાય તો જિનેટિક એરર ઉભી થાય નહીં તેની કાળજી લઈએ છીએ.
આ પણ વાંચો રાયપુરની ખાનગી રહેણાંક કોલોનીમાં સિંગાપોરની તર્જ પર પક્ષી અભયારણ્ય બનાવ્યું
લવ બર્ડ પ્રત્યે પ્રેમ 2010થી અવિરત : ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા આશુતોષભાઈ વ્યાસ વ્યવસાયે કેબલ કનેક્શન ચલાવે છે. આશુતોષભાઈએ જણાવ્યું હતું કે તેમને પક્ષીઓ પ્રત્યે પ્રેમ 2010માં જાગ્યો હતો. તેઓ પ્રથમ 5 જોડીમાં લવ બર્ડ લાવ્યા હતા. આજે તેમની પાસે 250 થી 300 લવ બર્ડ છે. મનુષ્યોની જેમ વૈવાહિક જીવન અને પોતાના જીવનસાથીને જિંદગીના અંતિમ ક્ષણ સુધી અવિરતપણે પ્રેમ વરસાવતા રહેવું. આ પ્રેમ લવ બર્ડ જેવા પક્ષીમાં છે. લવ બર્ડનું આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે તે પોતાના પાર્ટનરને ક્યારેય બદલતા નથી. એક જ પાર્ટનર સાથે જીવન વિતાવે છે. પલ પલ પાર્ટનરને સ્પર્શીને રહે છે. વફાદારીપૂર્વક પ્રેમ કરતા રહેવું એ લવ બર્ડની પ્રકૃતિ હોવાથી તેને પ્રેમનું પ્રતીક કહેવાય છે અને કદાચ તેનું નામ પણ લવ બર્ડ એટલે જ પડ્યું હશે.