- ભાવનગરમાં નક્કી કરેલા ટાર્ગેટમાં મનપનું માત્ર 58.72 ટકા વેક્સિનેશન
- 6 જુલાઈ સુધીમાં વેક્સિનેશનમાં ટકાવારી 64 ટકા નોંધાઇ
- ભાવનગરમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે
ભાવનગરઃમહાનગરપાલિકાના ચાલતા વેક્સિનેશનમાં પાછળથી શરૂ થયેલા 18 કેન્દ્રો પર વેક્સિનેશનમાં યુવાનો ટકાવારીમાં આગળ નથી ઓન ટૂંકા સમયમાં 40 ટકા લોકોએ વેક્સિન મેળવી લીધી છે. જ્યારે તેના પહેલા શરૂ થયેલા 45 કેન્દ્રો પર લોકો હજુ 64 ટકા લોકોએ જ વેક્સિન લીધી છે. જ્યારે શહેરમાં બીજા ડોઝમાં ભાવનગરમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. માત્ર 21.34 ટકા ભાવનગરન લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
આ પણ વાંચોઃમોરબીમાં વેક્સિનેશનને વેગવંતુ બનાવવા વિદ્યાર્થીઓ ચલાવશે જાગૃતિ અભિયાન
45 સ્થળો પર વેક્સિનેસન થયું
ભાવનગર શહેરમાં વેક્સિન આવ્યા બાદ મહાનગરપાલિકા 45 સ્થળો પર વેક્સિનેસન માટે બીડું ઝડપ્યું હતું. મહાનગરપાલિકાએ બીજી લહેર પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 58 ટકા વેક્સિનેશન કર્યું છે. 18 પ્લસ અને 45 ઉપરના લોકોના વેક્સિનેશનમાં પણ તફાવત જોવા મળ્યો છે. ત્યારે વેક્સિનેશનમાં ભાવેણાવાસીઓ કેટલે પહોંચ્યા જાણીએ.
આ પણ વાંચોઃગુજરાતમાં આજે અને આવતીકાલે વેક્સિનેશન (Corona vaccination) રહેશે બંધ
વેક્સિનેશન માટે મહાનગરપાલિકાની શું વ્યવસ્થા
ભાવનગર મહાનગરપાલિકાએ વેક્સિન માટે 13 પોતાના આરોગ્ય કેન્દ્રો સહિત અન્ય 20 સ્થળો ઉપર વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરેલી છે. મહાનગરપાલિકાએ તબક્કા વાર વેક્સિનેશન માટે કામગીરી કરી છે. 18 પ્લસ અને 45 ઉપરના લોકો માટે વેક્સિનની અલગ વ્યવસ્થાઓ છે. જેથી કરીને લોકોને હાલાકી ઉભી થાય નહીં. મહાનગરપાલિકા આજદિન સુધીમાં 58.72 ટકા વેક્સિનેશન કરવામાં સફળ થઈ છે, જ્યારે હજુ વેક્સિન જેમ જેમ ઉપલબ્ધ થતી જાય તેમ તેમ આપવામાં આવશે.