ગુજરાત

gujarat

ETV Bharat / state

Unseasonal Rain: ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા ભરાયા પાણી - Rain fall in March

સૌરાષ્ટ્ર સહિત ભાવનગર પંથકમાં માવઠાની મજબૂત એન્ટ્રી એ જાણે ઉનાળાની સરકારની શરૂઆત થઈ તે પહેલા જ તેને પાડી દીધી હોય એવો માહોલ આ વર્ષે જોવા મળ્યું છે. શિયાળા બાદ જાણે સીધું ચોમાસું જ બેઠું હોય એવો માહોલ ભાવનગરમાં જોવા મળ્યું હતું. મુશ્કેલી ભર્યા માવઠાના મારથી ખેડૂતો તો પરેશાન હતા જ પરંતુ શહેરીજનો પણ પરેશાન થયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે હવે પ્રજાજનોને ગંદકીનો ઉપાય સતાવી રહ્યો છે. કમોસમી વરસાદે માત્ર બે કલાકમાં જ ભાવનગરને પાણી પાણી કરી દેતા ચૈત્ર મહિનામાં ચોમાસું બેઠું હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. વરસાદ થોડા થોડા સમયે હાઉકલી કરતો હતો. જેના કારણે ભાવનગરમાં ઠેર ઠેર ગોઠણ સમા પાણી ભરાઈ જતા મુશ્કેલી ઊભી થઈ હતી. છેલ્લા એક અઠવાડિયાથી અંધારીયા અને ઓચિંતા વરસાદે વિઘ્ન ઉભું કર્યું છે. જે માત્ર ખેતી માટે નહીં પરંતુ સામાન્ય જનતા માટે પણ રોગચાળો પ્રેરે એવું છે.

Unseasonal Rain: ભાવનગર પંથક ભિંજાયુ, પાક અને પ્રજા પર રોગચાળાનું જોખમ
Unseasonal Rain: ભાવનગર પંથક ભિંજાયુ, પાક અને પ્રજા પર રોગચાળાનું જોખમ

By

Published : Mar 22, 2023, 12:39 PM IST

ભાવનગર:સૌરાષ્ટ્રના ભાવનગર પ્રાંતનું વાતાવરણ કાયમ વિષમ રહ્યું છે. એકધારા તડકાને કારણે ક્યારેક મીની ભઠ્ઠી બન્યું હોય એવું જોવા મળે છે તો ક્યારેક ચૈત્ર મહિનાની એન્ટ્રી પહેલા જ ચિત્ર બદલાઈ જાય છે. ફાગણ મહિનામાં વરસાદી ફોરા પડવાના બદલે જાણે આખેઆખું વાદળ ઠળવાયું હોય એવો માહોલ ભાવનગરમાં જોવા મળ્યો હતો. બુધવારથી છેલ્લા એક અઠવાડિયા સુધી વાતાવરણનું વિશ્લેષણ કરવામાં આવે તો ઉનાળાની અસર શરૂ થઈ એ પહેલા જ જાણે અસ્ત થઈ ગઈ હોય એવું અનુભવાયું હતું.

નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા

વિષમ આબોહવા:સતત ઠંડકના કારણે શિયાળાનો બીજો અવતાર અને ચોમાસાનું સ્વરૂપ બદલાઈને આવ્યું હોય એવું જોવા મળ્યું છે. આવા વિષમ આબોહવાના માહોલમાં ખેડૂતોને પોતાના પાકની ચિંતા થાય છે. તો પ્રજાજનોમાં રોગચાળો ફેલાશે એનો ભય તોડાઈ રહ્યો છે. જોકે કુદરતી માર સામે બેઠા થવામાં સમય લાગે એમ છે. ભાવનગરમાં સોમવારે વરસાદી માહોલ વચ્ચે ખૂબ જ ટાઢોડું અનુભવતા શિયાળાનો અવતાર બદલ્યો હોય એવા દ્રશ્યો નજરે ચડ્યા હતા.

ભર ઉનાળે ભાવનગર તરબત્તોળ

આ પણ વાંચો Bhavnagar News : ત્રણ વખત આંબે મોર બેઠા પરતું ત્રણેય વાર વરસાદ વિલન બન્યો

બે કલાકમાં વરસાદ:ભાવનગરમાં સાંજે આવેલા વરસાદને પગલે સ્થાનિક ફલર્ડ કંટ્રોલ દ્વારા જણાવ્યું હતું કે સાંજે 4 થી 6 કલાક સુધીમાં ભાવનગર તાલુકામાં માત્ર 4mm વરસાદ નોંધાયો છે. આમ કહી શકાય કે 4 mm વરસાદ ચોમાસાની દ્રષ્ટિએ કશું કહી શકાય નહીં. પરંતુ આ વરસાદ અનરાધાર અને ભાવનગર શહેર પૂરતો જ હોય તેમ ફ્લડ કન્ટ્રોલમાંથી જાણવા મળ્યું હતું. જો કે અન્ય ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો નથી. બીજી બાજૂ વરસાદ ઓછો હોય કે વધુ ખેડૂતોના પાકને નુકશાન થશે તે પાક્કું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

ભર ઉનાળે ભાવનગર તરબત્તોળ

અઠવાડિયાથી વરસાદ:ભાવનગર શહેરમાં છેલ્લા અઠવાડિયા થી આવતા કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતો માથે આફત આવી છે. લાચાર ખેડૂતની વારે નથી સરકાર કે નથી કુદરત. આવનારા દિવસોમાં ખેડૂતની હાલત કફોડી બનશે તેવું જોવા મળી રહ્યું છે.ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા.ચોમાસાના દિવસો હોય તેવો અહેસાસ લોકોને થયો હતો. રેનકોટ પહેરવો કે ગરમ કપડાં કે પછી ગરમીમાં કશું નહીં તે વિચારવા લોકોને મજબુર કર્યા હતા. વરસાદ વરસતા અત્યંત ઠંડક પ્રસરી જતા ગરમ કપડાં પહેરવા મજબુર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભર ઉનાળે ભાવનગર તરબત્તોળ

આ પણ વાંચો Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ

ગોઠણસમા પાણી:ભાવનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વાત કરવામાં આવે તો વડવા, રેલવે સ્ટેશન રોડ, કુંભારવાડા, શિવાજી સર્કલ, વિજયરાજનગર જેવા અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. લોકોને વાહન લઇને નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકો પણ ચિંતિત થયા હતા. શહેરના કુંભારવાડામાં આવેલ રેલવે અંડર બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details