ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News: હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન - સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. શહેરમાં અશાંતધારાને પગલે અનેક રેલીઓ નીકળી હતી. જેમાં મોટાભાગના હિન્દુ સમાજના સંગઠનો જોડાયા હતા.

unrest-imposed-in-bhavnagar-after-ultimatum-of-hindu-organizations
unrest-imposed-in-bhavnagar-after-ultimatum-of-hindu-organizations

By

Published : Jul 27, 2023, 1:56 PM IST

ભાવનગર:સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેરમાં છેલ્લા 30 વર્ષ કરતાં વધારે સમયથી અશાંતધારો લાગુ કરવાની માંગ ચાલી આવતી હતી. ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાને પગલે માંગુ ઉઠતી રહી છે. અંતે સરકારે આ મુદ્દે અશાંતધારો લાગુ કરી દીધો છે. ભૂતકાળમાં દરેક સમાજના સંગઠનો દ્વારા રેલી યોજવામાં યોજવામાં આવી હતી અને આવેદનો પણ આપવામાં આવ્યા છે. હાલમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા પણ સૂત્રોચાર કરીને ધારાસભ્યના ઘરે ધરણાનો કાર્યક્રમ આપવા પહોંચ્યા હતા.

કયા વિસ્તારમાં અશાંતધારો?

શું હતી સમસ્યા?:ભાવનગર શહેરના જુના રહેણા કે વિસ્તારમાં અશાંતધારાને લઈને વારંવાર માંગો ઉઠતી રહી છે. જો કે તેની પાછળનું કારણ હિન્દુ વિસ્તારમાં અન્ય સમાજના અસામાજિક તત્વો દ્વારા મકાન ખરીદી કરવામાં આવતી હતી. નબળા અને પૈસાની જરૂરિયાતવાળા હિન્દુ પરિવારના સભ્યો દ્વારા મકાન વહેચવા માટે કાઢવામાં આવે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા હિન્દુ ખરીદદાર લાવીને મકાન ખરીદી કરી લેવામાં આવતી હતી. બાદમાં વચેટીઓ નીકળી જતો અને અસામાજિક તત્વો માલિકી મેળવી લેતા હતા. જેને પગલે વારંવાર ફરિયાદો ઉઠતી રહી હતી અને વિરોધ પણ થયા હતા.

કયા વિસ્તારમાં અશાંતધારો?

હિન્દૂ યુવા સંગઠનો દ્વારા વિરોધ:શહેરમાં અશાંતધારાને પગલે અનેક રેલીઓ નીકળી હતી. જેમાં મોટાભાગના હિન્દુ સમાજના સંગઠનો જોડાયા હતા. હાલમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ભાવનગરના શિવાજી સર્કલ ખાતે અશાંતધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. શિવાજી સર્કલથી પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના ઘરે ચાલીને હિંદુ યુવા સંગઠનના કાર્યકરો સૂત્રોચાર સાથે પહોંચ્યા હતા. જો કે અગાઉથી ઊભેલી પોલીસે હિન્દુ સંગઠન કાર્યકરોને રોક્યા હતા અને બાદમાં દરેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

કયા વિસ્તારમાં અશાંતધારો?

'ભાવનગર શહેરમાં ઘણા સમયથી માંગ હતી. તેને લઈને સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારે હાલમાં સરકારના રેવન્યુ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને ભાવનગર કલેકટરને સોંપી દેવામાં આવતું હોય છે જેથી અશાંતધારો લાગુ કરવામાં આવે છે. હાલ ભાવનગર પૂર્વ વિસ્તારમાં લાગુ થઈ ચૂક્યો છે.' -રાજીવ પંડ્યા, ભાવનગરના પૂર્વ શહેર પ્રમુખ

કયા વિસ્તારમાં અશાંતધારો?

કયા વિસ્તારમાં અશાંતધારો?:ભાવનગર શહેરમાં અસંધારો જે લાગુ કરવામાં આવ્યો છે. તેમાં પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમ કે નીલકંઠ મહાદેવ વાળો ખાંચો, પીરછલ્લા શેરી, ભગા તળાવ, ભગતની શેરી, ભાનો ડેલો, ગૌરી ફળિયુ, કાજીવાડ, ગઢની રંગ, ગામની વોરાવાડ, ડબગર શેરી સહિત અનેક વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આ પ્રકારના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનો અને સર્વે વોર્ડ 4, 5, 5-6, 4-5, 6 અને તરસમિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  1. રાજકોટની સોસાયટીમાં અશાંતધારો લાગ્યા બાદ અસામાજીક તત્વોનો ત્રાસ ઘટ્યો
  2. વડોદરાઃ ભાયલી વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માટે આવેદનપત્ર પાઠવાયું

ABOUT THE AUTHOR

...view details