બાળકોએ માતાપિતાનું પ્રેમપૂર્વક પૂજન કરી વેલેન્ટાઇન ડે ઉજવ્યો ભાવનગર : ભાવનગર શહેરમાં અનેક સ્થળો પર માતાપિતા વંદના દિવસ 14 ફેબ્રુઆરીને ઉજવાયો હતો. સારા સંસ્કારોનું સિંચન અને માતાપિતાનું પૂજન ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. 2006થી શાળામાં થતું માતૃપિતૃ વંદના કાર્યક્રમ આજે પણ 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવ્યો હતી.
પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ : વેલેન્ટાઇન દિવસની ઉજવણી ભાવનગરમાં બાળકોને માતાપિતાના પૂજનથી કરાવવામાં આવી હતી. સરકારનો પરિપત્ર હોય કે ના હોય, ભારતીય સંસ્કૃતિને સાચવવા સરકારી શાળામાં માતાપિતા પૂજન અને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 14 ફેબ્રુઆરી સંસ્કારના સિંચનનો દિવસ બને તેવા પ્રયાસ કરાયા હતાં.
આ પણ વાંચો Valentine Day 2023: સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે, કાલે આપશે ભેટ
પશ્ચિમી સંસ્કૃતિના મારા વચ્ચે ભારતીય સંસ્કૃતિ ટકાવવા કોશિશ :ભાવનગર શહેર અને જિલ્લાઓમાં અનેક સ્થળો ઉપર માતાપિતા પૂજન દિવસ ખાસ વેલેન્ટાઇન દિવસના દિવસે યોજવામાં આવ્યો હતો. ત્યારે નગર પ્રાથમિક શાળા નમ્બર 47માં પણ બાળકોએ શાળાએ આવેલા માતાપિતાનું પૂજન કર્યું હતું. આચાર્ય ભગવતીબેન બાલધીયાએ જણાવ્યું હતું કે આમ તો 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન દિવસ ઉજવાય છે. પણ 2006થી ગુરુની મળેલી શીખ મુજબ આપણી સંસ્કૃતિને સાચવવા માટે સરકારનો પરિપત્ર હોઈ કે ના હોઈ પણ બાળકોને માતૃપિતૃ વંદના દિવસ ઉજવીયે છીએ. અમે એક સુટેવ જો જીવનમાં માતાપિતાને માન સન્માન અને તેને પૂજતો રહેશે તો જીવનમાં પ્રગતિ કરી શકશે.
આ પણ વાંચો Valentine Day 2023 : તુ મેરી જીંદગી હે, જીવનસાથીને બચાવવા કિડની ભેટના 210 પ્રેરણાત્મક કિસ્સાઓ
માતાપિતાનું પૂજન :સરકારી શાળાઓમાં અને અનેક સ્થળો પર માતાપિતા પૂજન થયું છે. નાના બાળકોમાં માતાપિતા પૂજન પાછળ તર્ક રાખવામાં આવ્યો છે. શાળા નમ્બર 47માં બાળકોએ લાઈનમાં પૂજા થાળી હાથમાં લીધી હતી. માતાઓ હાજર રહેતા તેમને તિલક કરીને ચોખા લગાડી આરતી ઉતારી હતી. આશરે 50થી વધુ બાળકોએ શાળામાં માતાઓનું પૂજન કર્યું તો સાથે ગુરુ એટલે શિક્ષકોને પણ પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતાં.
માતાપિતાના ચરણમાં નમન થતું રહે તે ભારતીય સંસ્કૃતિ છે માતાપિતાનું પૂજન કરવા પાછળ કારણ શું :આમ તો કહેવાય છે કે નાનપણથી બાળકને જેવા સંસ્કાર આપો. તેવા સંસ્કાર બાળકમાં જીવન દરમ્યાન અવિરતપણે સિંચન થયેલા રહે છે. માતાપિતાના ચરણમાં નમન થતું રહે તે ભારતીય સંસ્કૃતિ છે. ત્યારે વાલી અરુણાબેન ભટ્ટે જણાવ્યું હતું કે અમને ખૂબ મજા આવી કે વેલેન્ટાઈન ડે છે પણ માતાપિતાનું પૂજન જો કરવામાં આવે તો બાળકોમાં સારા સંસ્કાર પડે અને જીવનમાં આગળ વધશે. આવા કાર્યક્રમો થતા રહે તો ખૂબ સારું કહેવાય.