ભાવનગર : શહેરમાં રવિવારના દિવસે વડાપ્રધાનની મન કી બાત ના કાર્યક્રમમાં ભાવનગર શહેર ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ઘોઘા સર્કલ ખાતે આવેલા બોર્ડમાં કાર્યકર્તાઓની વચ્ચે મનસુખ માંડવીએ વડાપ્રધાનનો મન કે બાદ કાર્યક્રમ સાંભળ્યો હતો. જોકે હાલ ચાલી રહેલા હાર્ટ એટેકના મુદ્દે પણ તેમને નિવેદન આપ્યું હતું.
Reason behind heart attack : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટએટેક પાછળ કોવિડને જવાબદાર ગણાવ્યો, આ સર્વેમાં થયો ખુલાસો... - કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
ભાવનગર શહેરના મૂળ નેતા અને હાલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ભાવનગરની મુલાકાતે હતા. મનસુખ માંડવીયાએ મન કી બાત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. હાર્ટએટેકના વધતા કિસ્સાઓના પગલે મંત્રીએ ICMRની ડિટેલ સ્ટડી હાર્ટએટેકની કરવામાં આવી છે તેને પગલે નિવેદન આપ્યું હતું. જાણો શુ કહ્યું...
Published : Oct 30, 2023, 8:29 AM IST
|Updated : Oct 30, 2023, 9:08 AM IST
હાર્ટએટેકને લઇને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનું નિવેદન : કેન્દ્રીય કેબિનેટ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ICMR એ હમણાં એક ડિટેલ સ્ટડી કરી છે. આ ડિટેલ સ્ટડીમાં એવું તારણ આવ્યું છે કે, જે લોકોને સિવિયાર કોવિડ થયો હોય અને તેને ઘણો સમય ન થયો હોય, એવી સ્થિતિની અંદર તેમને અધિક પરિશ્રમ ના કરવો જોઈએ, સખત મહેનત ન કરવી, સખત દોડવું નહિ તેમજ સખત એક્સરસાઇઝ કરવી નહિ. આ તમામ કામોથી ચોક્કસ ટાઈમ માટે દૂર રહેવું જોઈએ. એટલે કે એક કે બે વર્ષ માટે દૂર રહેવું જોઈએ. તેથી હાર્ટએટેકથી બચી શકાય.
મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓ ઉપસ્થિત રહ્યા :ઘોઘા સર્કલમાં યોજવામાં આવેલા મન કી બાતના કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ, ધારાસભ્ય પણ હાજરી આપી હતી. શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિત નાના મોટા આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરત બારડ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયાએ હાજરી આપી હતી.