ભાવનગર : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા પોતાની સરકારનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાં લોકોને નવી રોજગારી કંઈક ઓછા પગાર સાથે મળી હોવાની ચર્ચાઓ હતી, ત્યારે 2023ના બજેટમાં મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને જાહેર કરવામાં આવ્યો હોવાની વ્યાપક ચર્ચાઓ છે. ETV BHARAT એ ભાવનગરમાં ખાનગી ક્ષેત્રે નોકરી કરતા નોકરીયાત સાથે ચર્ચા કરી હતી. જોકે સ્થાનિક ભાવનગરના ક્ષેત્રના નોકરિયાતો દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે અને પોતાની દ્રષ્ટિએ તેના ફાયદાઓ દર્શાવ્યા છે.
બજેટના મુખ્ય પાસા મધ્યમ વર્ગના નજરે :કેન્દ્ર સરકારના બજેટને લઈને યુવાનોમાં આનંદ છે. યુવાનોના આનંદ પાછળનું કારણ જે સ્ટાર્ટ અપને મહત્વ આપવામાં આવ્યું છે તેને માનવામાં આવે છે. યુવાનો બજેટ આવકારી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોને આપેલી યોજનાઓને લઈને પણ યુવાન રોજગારી તેમજ મોંઘવારીના મુદ્દે આશા સેવી છે. ખેડૂત મજબૂત થશે, તો દેશમાં દરેક ક્ષેત્ર મજબૂત થાય તેમ માને છે. તેવું નોકરીયાત વર્ગ માની રહ્યા છે.
આ પણ વાંચો :Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું