ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવા પંથકમાં અલ્ટ્રાટેક માઇનિંગ વિવાદ ફરી વકર્યો

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે એલ્ટ્રાટેક દ્વારા ખનનની પ્રવૃતિ ચાલી રહી છે. ખનન પ્રવૃતિનો વિરોધ આજુ-બાજુના 13 ગામના ખેડૂતો કરી રહ્યા છે.

મહુવા પંથકમાં અલ્ટ્રાટેક માઇનિંગ વિવાદ ફરી વકર્યો
મહુવા પંથકમાં અલ્ટ્રાટેક માઇનિંગ વિવાદ ફરી વકર્યો

By

Published : Jul 7, 2021, 12:21 PM IST

  • અલ્ટ્રાટેક દ્વારા ખનનની પ્રક્રિયા ચાલી રહી
  • કોટડા, દયાળ, તલ્લી, બામભોર સહિતના 13 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા
  • ખેડૂતો દ્વારા કંપનીના વાહનો અટકાવવાનો પ્રયાસ કરાયો

ભાવનગર : અલ્ટ્રાટેક દ્વારા ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. જેનો વિરોધ આજુ-બાજુના કોટડા, દયાળ, તલ્લી, બામભોર સહિતના 13 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ઘણી વખત પોલીસ પ્રશાસન અને પ્રજા વચ્ચે ઘર્ષણો સર્જાયાના બનાવો બન્યા છે. જેથી ખેડૂતોએ જાતમહેનત કરીને મેથળા બંધારો બનાવી પોતાની જમીન ફળદ્રુપ બનાવતા લોકોને બહાર મજૂરી કરવા જવાના બદલે પોતાની જમીનમાં વિવિધ પાક લઇને રોજીરોટી કમાઈ રહ્યા છે.

આ પણ વાંચો : છોટા ઉદેપુરના રાયપુરમાં ડુંગરોમાં થતા ખનન અટકાવવા ગ્રામજનોની માગ

મહિલા અને પુરૂષો મળીને 69 લોકોની અટકાયત કરાઇ

આ વિવાદ ફરી વકર્યો છે. કારણ કે, કંપની દ્વારા ફરી માઇનિંગ શરૂ કરતા અહીંના ખેડૂતો દ્વારા કંપનીના વાહનો અટકવાનો પ્રયાસ કરવામાં આવતા દાઠા પોલીસ દ્વારા મહિલા અને પુરૂષો મળીને 69 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કપરાડાઃ ગેરકાયદે માટી ખનન કરતું એક JCB જંગલ ખાતાએ રેડ કરી કર્યું કબ્જે

માઇનિંગ બંધ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઘર્ષણની શક્યતાઓ

ખેડૂતો દ્વારા પૂર્વ ધરાસભય ડૉ. કનુ કલસરિયાની આગેવાનીમાં આજે તલ્લી ગામે લગભગ 500 જેટલા ખેડૂતો એકત્રિત થઈને નીચા કોટડા, તલ્લી, દયાળ, બાંભોર સહિતના ગામો સદંતર બંધ રહેવા પામ્યા હતા. હજી પણ જો માઇનિંગ બંધ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઘર્ષણ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details