ગુજરાત

gujarat

ETV Bharat / state

કોળિયાકના દરિયામાં સ્નાન કરવા પડેલા બે યુવાનના મોત થયા - ગુજરાતના સમાચાર

કોળીયાકના દરિયા કિનારે ફરવા ગયેલા બે યુવકો દરિયામાં સ્નાના કરવા પડતા પાણીમાં ડૂબી ગયા હતા. જયારે એક યુવકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

કોળિયાકના દરિયામાં સ્નાન કરવા પડેલા બે યુવાનના મોત થયા
કોળિયાકના દરિયામાં સ્નાન કરવા પડેલા બે યુવાનના મોત થયા

By

Published : Mar 29, 2021, 9:47 PM IST

  • કોળિયાક ફરવા ગયા હતા
  • 3 યુવાનો દરિયામાં સ્નાન કરવા પડ્યા હતા
  • એક યુવાનને સર. ટી. હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો

આ પણ વાંચોઃમોરબીના મચ્છુ 2 ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

ભાવનગર: જિલ્લાના ભાવનગર શહેરમાં સાંજનાં સમયે ધૂળેટી પર્વે કોળીયાકના દરિયા કિનારે ફરવા ગયેલા બે યુવકો દરિયામાં સ્નાના કરવા પડતા પાણીમાં ડૂબી ગયા હતા. જયારે એક યુવકની હાલત ગંભીર જણાંતા સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

3 યુવાનો દરિયામાં સ્નાન કરવા પડ્યા હતા

આ પણ વાંચોઃજામનગરમાં માનતા પૂર્ણ કરવા ગયેલા પાંચ યુવકો ડેમમાં ન્હાવા પડ્યાં, ડૂબી જવાથી બેના મોત

ડૂબી જવાથી 2 ના મોત જ્યારે એક ગંભીર

ધૂળેટીના દિવસે કોળીયાક ખાતે ફરવા ગયેલા મિત્રોએ દરિયાકિનારે ધૂળેટીની ઉજવણી કરી દરિયાના પાણીમાં સ્નાન કરવા પડતા યુવકો પાણીમાં તણાયા હતા. યુવકો પાણીમાં ડૂબતા સ્થાનિક લોકો દ્વારા બચાવ અર્થે દોડી આવી આવ્યા હતા અને ઊંડા પાણીમાં ડૂબતા યુવકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં બે યુવકો દરિયાના પાણીમાં ડૂબી જતા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જયારે એક યુવકને પાણીમાંથી બહાર કાઢીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં વરતેજ પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details