- કુંજ પક્ષીનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા
- વિદેશની ધરતી ઉપરથી આવતા પક્ષીનો કર્યો શિકાર
- તળાવના પાણીમાં ઝેર મેળવી કરતા હતા શિકાર
ભાવનગરઃ જિલ્લા ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે. ફોરેસ્ટ વિભાગે વિદેશી પક્ષી એવા કુંજનો શિકાર કરતા 2 શખ્સની ધરપકડ કરી છે. જેની ઓળખ કરણ ભોળાભાઈ જશમુરિયા અને મુના મુળજી જશમુરી તરીકે કરવામાં આવી છે. આ બન્ને આરોપીની ધરપકડ કરી ફોરેસ્ટ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.