ગુજરાત

gujarat

ETV Bharat / state

H3N2 Virus cases in Bhavnagar : બે મહિનામાં H3N2ના બે કેસ, તૈયારીના નામે માત્ર ટેમીફ્લુ ટેબ્લેટ ઉપલબ્ધ - Corona testing

ભાવનગરમાં બે મહિનામાં H3N2ના બે કેસ સામે આવ્યાં છે. ત્યારે ભાવનગરની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં તૈયારીના નામે માત્ર ટેમીફ્લુ ટેબ્લેટ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા આ દવા પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવાયું છે.

H3N2 Virus cases in Bhavnagar : બે મહિનામાં H3N2ના બે કેસ, તૈયારીના નામે માત્ર ટેમીફ્લુ ટેબ્લેટ ઉપલબ્ધ
H3N2 Virus cases in Bhavnagar : બે મહિનામાં H3N2ના બે કેસ, તૈયારીના નામે માત્ર ટેમીફ્લુ ટેબ્લેટ ઉપલબ્ધ

By

Published : Mar 14, 2023, 8:34 PM IST

આરોગ્ય વિભાગનું કહેવું છે કે H3N2ને લઈને સરકારની હજુ કોઈ ગાઈડલાઈન નથી

ભાવનગર : ભાવનગર શહેરમાં H3N2 ના બે કેસો સામે આવી ગયા બાદ મહાનગરપાલિકા પાસે ટેમીફ્લુ ટેબ્લેટ દવા સ્વરૂપે માત્ર ઉપલબ્ધ છે. જ્યારે અન્ય કોઈ વ્યવસ્થામાં જોવા મળતું નથી. સ્થાનિક આરોગ્ય તંત્ર તેને સીઝનલ ફલૂ સમાન માની રહ્યું છે. જો કે શહેરમાં બે કેસ નોંધાયા બાદ સ્થાનિક તંત્રએ તૈયારીમાં માત્ર કોરોના ટેસ્ટિંગ કરી રહ્યું છે.જ્યારે અન્ય કોઈ વ્યવસ્થા નથી. હોસ્પિટલ પૂરતા પ્રમાણમાં અને દવા સીઝનલ ફ્લૂની પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવી રહ્યા છે.

હજુ કોઈ ગાઈડલાઈન નથી : સમગ્ર ગુજરાતમાં H3N2 વાયરસને લઈને ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં બે મહિનામાં બે કેસ સામે આવી ચૂક્યા છે. હાલમાં પણ એક દર્દી સારવારમાં છે. ત્યારે શહેરના મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ રોજના કોરોના કેસનું માત્ર ટેસ્ટિંગ કરી રહી છે. જ્યારે જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ H3N2 નો કેસ સામે આવ્યો નથી. આરોગ્ય વિભાગનું કહેવું છે કે H3N2ને લઈને સરકારની હજુ કોઈ ગાઈડલાઈન નથી, પરંતુ સામાન્ય શરદી ઉધરસ,તાવની દવા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો H3N2 first death in gujarat: H3N2 વાયરસથી મોતની સંભાવના, રાજ્યમાં 58 વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત

H3N2ના બે કેસ : ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો સામાન્ય શરદી ઉધરસ તાવના H1N1 ના કેસો સામે આવતા હોય છે. જે સામાન્ય સીઝનલ વાયરસ છે. ત્યારે H1N1 માંથી કન્વર્ટ થઈને H3N2 નો એક કેસ ફેબ્રુઆરી માસમાં નોંધાયો હતો. જ્યારે બીજો કેસ માર્ચમાં 13 તારીખના રોજ નોંધાયો છે. જો કે 13 તારીખના રોજ નોંધાયેલો કેસ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે અને સામાન્ય સ્થિતિમાં હોવાનું ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર કે સિંહા જણાવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે H3N2 ને લઈને કોઈ ગાઈડ લાઈન નથી. પરંતુ રોજના 300 થી 400 કોરોના કેસ તપાસવામાં આવી રહ્યા છે અને H3N2 ને લઈને ટેમિફલૂ નામની દવા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

સુવિધાને પગલે મહાનગરપાલિકાનો મદાર ક્યાં : ભાવનગર શહેરમાં શહેરમાં 13 જેટલા આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે. ત્યારે જિલ્લાની સૌથી મોટી સર ટી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ હોવાને કારણે સારવારને પગલે કોઈ સમસ્યા ઊભી ન થાય તેવું મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આરક કે સિંહા જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સમાચાર પ્રસિદ્ધ થતા સમયના દિવસે સાંજે સરકારના જવાબદાર તંત્રએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ H3N2 મુદ્દે યોજાઈ હતી.

આ પણ પણ વાંચો H3N2 Virus case : કચ્છમાં કોરોનાના 2 કેસ, H1N1ના 5 કેસ એક્ટિવ, H3N2 વાયરસના કેસની શું છે સ્થિતિ જૂઓ

ભાવનગર જિલ્લામાં H3N2 ને મુદ્દે તૈયારી : ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના કુલ 48 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 13 જેટલા સામુહીક આરોગ્ય કેન્દ્ર છે. ત્યારે મહુવા અને પાલીતાણામાં બે રેફરલ હોસ્પિટલ આવેલી છે. જો કે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલમાં 200 જેટલી ટેમીફલૂ નામની ટેબલેટ ઉપલબ્ધ છે. જો કે જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ કે h3n2 નો કે સામે આવ્યો નથી. રોજના 650 થી વધારે કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details