- ભાવનગરમાં બે ભાજપના નેતાઓના નિધન
- પક્ષ અને ક્ષત્રિય સમાજમાં શોક
- હજુ શુક્રવારે જ કોરોનાની વેક્સિન લીધી હતી
ભાવનગર: શહેરમાં કોરોના ઊંચી કક્ષાએ પહોંચી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં 44 કેસો આવ્યા છે. તો જિલ્લામાં 18 કેસો સામે આવ્યાં છે. એવામાં ભાજપના જિલ્લાના બે દિગ્ગજ નેતાઓ મૃત્યુ પામ્યાં છે.
આ પણ વાંચો :BSPના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહનું નિધન, નેતાઓએ કર્યું દુ:ખ વ્યક્ત
ભાવનગરના પૂર્વ પંચાયત ઉપપ્રમુખનું અવસાન
ભાવનગર શહેરમાં કોરોનાના વધી રહેલા કેસો કોને કોને ગળી જશે ખબર નથી, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાનું અવસાન થયું છે. પંચાયતના ઉપપ્રમુખ રહેલા બી. કે. ગોહિલનું હાર્ટએટેકથી અવસાન થયું હતુ. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેમણે હજુ શુક્રવારે વેક્સિન લીધી હતી અને ગઈકાલે શનિવારે વહેલી સવારે તેમનું નિધન થતા જિલ્લામાં અને વરતેજ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો :રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે નિધન
ભાજપના પરબતસિંહ ગોહિલનું પણ અવસાન
ભાજપના પરબતસિંહ ગોહિલ પણ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા રહ્યાં છે. બાદમાં ભાજપમાં જોડાયા હતા અને તેમના પુત્ર પણ દિગુભા ગોહિલ ભાજપના દિગ્ગજ નેતા છે. પરબતસિંહ ગોહિલ બે ત્રણ દિવસથી ભાવનગરની એક હોસ્પિટલમાં સારવારમાં હતા, ત્યારે સારવાર દરમિયાન સાંજના સમયે તેમનું પણ નિધન થતા ભાજપે એક દિવસમાં બે દિગ્ગજ નેતાઓને ગુમાવ્યાં છે. તો ક્ષત્રિય સમાજમાં પણ શોક પ્રસરી ગયો હતો. કારણ કે બન્ને ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજકરણ ક્ષેત્રે ખ્યાતિ અને લોકચાહના મેળવનારા નેતા હતા. જેની ખામી સમાજ અને પક્ષને હંમેશા રહેશે.