- રોપેક્ષ ફેરી સર્વિસ નાતાલ પર બની આકર્ષનું કેન્દ્ર
- શણગાર જોઈ સૌ કોઈ પ્રવાસી આશ્ચર્ય ચીક્ત
- પ્રવાસીઓ અને બાળકોને સાંતા દ્વારા ગીફ્ટ
ભાવનગરઃ નાતાલ પર્વની ઉજવણી ખ્રિસ્તી પરિવાર દ્વારા ચર્ચમાં જઈ ભગવાન ઈશુના જન્મની ઉજવણીના ભાગ રૂપે પ્રાર્થના કરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ શહેરમા નાતાલ ને લઈને અવન-નવા સુશોભનો કરી લોકોને આકર્ષવામાં આવી રહ્યા છે.
ઘોઘા-હજીરા રો પેક્ષ ફેરી સર્વિસના પ્રવાસીઓએ ક્રિસમસની ઉજવણી કરી રોપેક્ષ ફેરી દ્વારા જહાજ દ્વારા નાતાલ પર્વની અનોખી ઉજવણી
ત્યારે ઘોઘા ખાતે દરિયાઈ પ્રવાસ કરતા રોપેક્ષ જહાજ પર પણ સંચાલકો દ્વારા દરિયાઈ પ્રવાસ કરતા લોકોને નાતાલ પર આનંદિત કરવા અને તેમની પ્રવાસમાં ઉત્સાહ વધારવા જહાજને રંગબેરંગી ફુગ્ગા, ક્રીમ્સ ટ્રી અને બાળકોના મનોરંજન માટે સાંતા ક્લોઝને રાખવામાં આવ્યો હતો.
ઘોઘા-હજીરા રો પેક્ષ ફેરી સર્વિસના પ્રવાસીઓએ ક્રિસમસની ઉજવણી કરી દરિયાઈ પ્રવાસ દરમ્યાન સાંતા સાથે સેલ્ફી અને ડાંસ
ઘોઘાથી હજીરા પ્રવાસ કરતા પ્રવાસી દ્વારા દરિયાઈ પ્રવાસ દરમ્યાન જહાજ પર આવતા જ જહાજ પરના નાતાલને લઈને શણગાર જોઈ સૌ કોઈ પ્રવાસી આશ્ચર્ય ચીક્ત થતા નજરે પડી રહ્યા છે અને બાળકોને તો જાણે કે પ્રવાસમાં અલગ જ આનંદ નો લાહવો મળ્યો હોય તેમ સાંતાક્લોઝ સાથે મળવાનો અને તેમની સાથે સેલ્ફી પડાવી ડાન્સ કરવાનો આનંદ લેવામાં આવી રહ્યો છે.
ઘોઘા-હજીરા રો પેક્ષ ફેરી સર્વિસના પ્રવાસીઓએ ક્રિસમસની ઉજવણી કરી પ્રવાસીઓ અને બાળકોને સાંતા દ્વારા ગીફ્ટ
જહાજ પરની આ ખાસ વ્યવસ્થાને લઈને બાળકોથી લઈને દરેક ઉંમર સુધીના સૌ કોઈ આ આનંદનો લુપ્ત ઉઠાવવામાં આવી રહ્યો છે. જહાજ પર આવતા પ્રવાસીઓ અને બાળકોને સાંતા દ્વારા ગીફ્ટ પણ આપવામાં આવી રહી છે.
ઘોઘા-હજીરા રો પેક્ષ ફેરી સર્વિસના પ્રવાસીઓએ ક્રિસમસની ઉજવણી કરી