ભાવનગરઃ પ્રજા વત્સલ સ્વ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિ નિમિતે ભાવનગર મનપાના મેયર સહિત ભાજપ ટીમે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આજે 108મી જન્મ જયંતિ - મહારાજા કૃષ્ણકુમારસિંહજી
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિએ તંત્ર દ્વારા ફુલહાર શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
Maharaja KrishnaKumar Sinh
ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા સ્વ કૃષ્ણકુમારસિંહજીની આજે (19 મે) 108મી જન્મ જયંતિ નિમિતે ભાવનગરના મેયર સહિત ભાજપ પાંખ ફુલહાર કરવા પહોંચી હતી. ભાવનગરના નિલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર કરવા મેયર મનહર મોરી, સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંજ ગોહિલ, ભાજપ પ્રમુખ સનત મોદી, મહામંત્રી મહેશ રાવલ સહિતની ટીમે ફુલહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશના રજવાડાના વિલિનીકરણમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ પોતાનું રજવાડું સોંપ્યું હતું.