ભાવનગર: સપ્ટેમ્બર 2019 માં ભાવનગરમાં હૈયુ કંપી જાય એવી ઘટના સામે આવી હતી. જેમાં એક પિતાએ પોતાના ત્રણ બાળકોને પતાવી દીધા હતા. પત્નીને રૂમમાં સુવડાવી ત્રણે બાળકોનું કાસળ કાઢી નાખ્યું હતું. જે કેસમાં પત્નીએ ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપી સુખદેવભાઇ શિયાળને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી સુખદેવને એવી આશંકા હતી કે, આ બાળકો એમના પોતાના નથી. ધારીયા વડે ત્રણેય સંતાનનોના ગળા કાપીને તેમણે પોતે પોલીસમાં જાણ કરી દીધી હતી. જેમાં પછીથી કોર્ટ કેસ ચાલતા આજીવન કેદની સજાનું એલાન થયું હતું. પૂરતા પુરાવા અને દલીલ બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
કોર્ટમાં કેસ ચાલી ગયો:ભાવનગરમાં 1 સપ્ટેમ્બર 2019ની જ્યારે મૂળ મહુવાના રાણીવાડા ગામના રહેવાસી સુખદેવભાઈ નાજાભાઈ શિયાળ ઉંમર વર્ષ 31ના પોતાની પત્ની જિજ્ઞાબેન અને ત્રણ બાળકો સ્વ ખુશાલ 7 વર્ષ ધોરણ બે માં અભ્યાસ, ઉદ્ધવ 5 વર્ષ બલમંદિરમાં હતો. મનોનીત 2.5 વર્ષ સાથે રહેતા હતા. લગ્ન જીવનના છ મહિના બાદ પત્ની ઉપર વારંવાર આક્ષેપ સુખદેવભાઈ શંકાના આધારે કહેતા હતા કે તું કાંઈક જમવામાં મેલું કરે છો. જો કે તારીખ 1 સપ્ટેમ્બર 2019ના રોજબપોરે 2 થી 2.15 વચ્ચે સુખદેવભાઈ નોકરીએથી ઘરે આવ્યા અને પત્નીને બીજા રૂમમાં સુવડાવી દીધી હતી.
શુ કહેવું છે સરકારી વકીલનું:સુખદેવભાઈને પોતાના બાળકો પોતાના નહિ હોવાની પત્ની પર શંકા હોવાથી પોણા ત્રણ કલાકે ત્રણેય બાળકોના ધારીયા વડે ગળા કાપીને હત્યા નિપજાવીને પોલીસને જાણ કરી હતી. પત્નીને શંકા જતા બારીમાંથી પાડોશીને બોલાવી જોવા કહ્યું હતું. બનવું બાદ પત્ની જિજ્ઞાબેને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલ મનોજભાઈ જોશીએ જણાવ્યા અનૂસાર આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા સંભળાવી છે.
તારીખ 1/9/2019 થી આ કેસ ચાલતો હતો. જેને પગલે આરોપી સુખદેવભાઈ નાજાભાઈ શિયાળને દલીલો અને 19 મૌખિક પુરાવા તેમજ 70 જેટલા દસ્તાવેજી પુરાવાને પગલે સ્પષ્ટપણે આદેશ કર્યો હતો કે જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજા સંભળાવી છે-- મનોજભાઈ જોશી (સરકારી વકીલ)