ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ નિરીક્ષક કાર્યકરોને સાંભળી માર્ગદર્શન આપશે - Bhavnagar municiple corparation

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે બપોર 1 વાગ્યે કોંગ્રેસના નિરીક્ષકો ભાવનગર આવી રહ્યા છે. સાંજ સુધી નિરીક્ષકો કોંગ્રેસના સ્થાનિક નેતા,આગેવાન અને કાર્યકરોને સાંભળશે તેમજ પ્રજા વચ્ચે કોંગ્રેસનું પ્રભુત્વ વધારવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડશે.

xz
xz

By

Published : Jan 7, 2021, 12:08 PM IST

  • કોંગ્રેસના ત્રણ નિરીક્ષક આવશે ભાવનગરમાં
  • કાર્યકોરને સાંભળી આપશે માર્ગદર્શન
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરશે

ભાવનગરઃ આજે બપોર 1 વાગ્યે કોંગ્રેસના નિરીક્ષકો ભાવનગર આવી રહ્યા છે. સાંજ સુધી નિરીક્ષકો કોંગ્રેસના સ્થાનિક નેતા,આગેવાન અને કાર્યકરોને સાંભળશે તેમજ પ્રજા વચ્ચે કોંગ્રેસનું પ્રભુત્વ વધારવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડશે.ભાવનગર કોંગ્રેસ દ્વારા ચૂંટણીની ધમધમાટ પૂર્વક તૈયારીઓ આદરી દીધી છે. ભાવનગર કોંગ્રેસના ત્રણ નિરીક્ષકો રણનીતિ તૈયાર કરશે.

કોંગ્રેસના ત્રણ નિરીક્ષકો આવશે ભાવનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે નિરીક્ષકો ભાવનગર આવી રહ્યા છે. કોંગ્રેસના નગરસેવકો,નેતાઓ,આગેવાનો અને કાર્યકરો નિરીક્ષકોની હાજરીમાં ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન પુરૂ પાડશે. ભાવનગરની કોંગ્રેસની સાગર કોમ્પ્લેક્સના કાર્યાલય ખાતે બપોરે 1 વાગ્યે દરેક કાર્યકર સાથે ચૂંટણી સંદર્ભે વાર્તાલાપ કરશે.

કોંગ્રેસના આ ત્રણ નિરીક્ષક આપશે માર્ગદર્શન

ભાવનગર કોંગ્રેસ રણનીતિ ઘડી રહ્યું છે. આજે ત્રણ નિરીક્ષક હિમંતસિંહભાઈ પટેલ, સાગર રાયકા અને ગીતાબેન પટેલ ભાવનગર આવી પહોંચશે. આ સાથે જ દરેકને સાંભળીને આગામી ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે. તેમજ કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા હાંકલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details